Narmada

નર્મદા: એકતાનગર ખાતે નર્મદા નદી પર ₹16 કરોડના ખર્ચે એકતા ક્રૂઝ તૈયાર, હવે પ્રવાસીઓને મળશે રિવર ટુરિઝમનો અનુભવ

By GS Team
24 Oct 20262 mins read
TukuTouch Logo
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરમાં પ્રવાસીઓ માટે નવું આકર્ષણ ઉમેરાયું છે. સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદી પર ₹16 કરોડના ખર્ચે 'એકતા ક્રૂઝ' તૈયાર કરાઈ છે. 600 મુસાફરોની ક્ષમતા ધરાવતી આ ક્રૂઝમાં આધુનિક સુરક્ષા, સંગીત અને કેટરિંગ સુવિધા ઉપલબ્ધ છે. આનાથી રિવર ટુરિઝમને પ્રોત્સાહન મળશે અને પ્રવાસીઓનો અનુભવ વધુ સમૃદ્ધ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદા: એકતાનગર ખાતે નર્મદા નદી પર ₹16 કરોડના ખર્ચે એકતા ક્રૂઝ તૈયાર, હવે પ્રવાસીઓને મળશે રિવર ટુરિઝમનો અનુભવ

Narmada Ekta Cruise: નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પરિસરમાં પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ઉમેરાયું છે. એકતાનગરની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને રિવર ટુરિઝમનો શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવાના ઉદ્દેશથી સરદાર સરોવર ડેમના નીચાણવાળા વિસ્તારમાં નર્મદા નદી પર 16 કરોડ રૂપિયાના ખર્ચે નવી અને સુવિધાસભર ‘એકતા ક્રૂઝ’નું નિર્માણ કરવામાં આવ્યું છે.

એકતા ક્રૂઝ અનેક સુવિધાથી સજ્જ

16 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી આ ક્રૂઝ આધુનિક સુરક્ષા સિસ્ટમ, સંગીત સાધનો, આરામદાયક બેઠક વ્યવસ્થા તેમજ ઓન-બોર્ડ કેટરિંગ અને ડાઇનિંગ સુવિધાથી સજ્જ છે. આ વિશાળ ક્રૂઝ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ઉજવણીઓ, સમારોહ તથા મનોરંજક પ્રવૃત્તિઓનું સફળતાપૂર્વક આયોજન કરી શકાશે.

DJI_0602.JPG.jpeg

એકતા ક્રૂઝની મુખ્ય વિશેષતાઓ

•600 મુસાફરોને સમાવવાની ક્ષમતા
•અંદાજિત 360 ચોરસ મીટર વિસ્તાર
•સંચાલન માટે 400 હોર્સપાવર (HP)નું એન્જિન
•ક્રૂઝમાં વીજળીની જરૂરિયાતો પૂરી કરવા માટે ચાર ડીઝલ જનરેટર સેટ
•જાહેરાતો, મનોરંજન અને વિવિધ કાર્યક્રમો માટે લાઇવ મ્યુઝિક સિસ્ટમ
•આગથી રક્ષણ અને સલામતીની વ્યવસ્થાઓ
•મુસાફરો માટે બેઠક વ્યવસ્થા
•ભોજન અને અલ્પાહાર પીરસવા માટે ક્રૂઝ પર જ કેટરિંગની સુવિધા

DJI_0606.JPG.jpeg

નવી એકતા ક્રૂઝના લોકાર્પણથી થનારા લાભો

•એકતાનગર ખાતે નર્મદા નદી પર રિવર ટુરિઝમ તેમજ મનોરંજનલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે
•નદી આધારિત આવા અનોખા પ્રવાસન આકર્ષણ થકી સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસીઓના એકંદર અનુભવમાં વધારો થશે
•સુવ્યવસ્થિત પ્રવાસન પ્રવૃત્તિઓ માટે નર્મદા રિવરફ્રન્ટનો વધુ સારો ઉપયોગ થઈ શકશે
•વિવિધ કાર્યક્રમોના આયોજન અને બોટમાં કેટરિંગ સુવિધા દ્વારા આવકની તકોનું સર્જન થશે
•પ્રવાસન સુવિધાઓમાં વૈવિધ્ય આવશે અને પ્રવાસીઓ એકતાનગર ખાતે વધુ સમય રોકાવા માટે પ્રોત્સાહિત થશે
•અગ્રણી પ્રવાસન અને સાંસ્કૃતિક સ્થળ તરીકે એકતાનગરની ઓળખ વધુ મજબૂત બનશે