Narmada

'નર્મદા જિલ્લામાં ગેરકાયદે ખનન અને જંગલોમાં અતિક્રમણ બેફામ ચાલે છે', ભાજપના સાંસદ અને ધારાસભ્યએ જ તંત્રની પોલ ખોલી

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
નર્મદા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખે વહીવટી તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા. જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન અને જંગલોના નિકંદનનો મુદ્દો ઉઠાવી, તેમણે ઓવરલોડિંગ હાઈવા પર બ્રેક લગાવવા અને વન વિભાગની જમીન પર થઈ રહેલા અતિક્રમણ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ગ્રામ પંચાયતો દ્વારા ગેરકાયદે ખેડાણને કાયદેસર કરાતું હોવાનો આક્ષેપ પણ કરાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

'નર્મદા જિલ્લામાં ગેરકાયદે ખનન અને જંગલોમાં અતિક્રમણ બેફામ ચાલે છે', ભાજપના સાંસદ અને ધારાસભ્યએ જ તંત્રની પોલ ખોલી

Narmada Forest Land Illegal Farming Dispute: નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં આજે શનિવારે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. બેઠકમાં હાજર ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જિલ્લાના સળગતા પ્રશ્નો મુદ્દે વહીવટી તંત્ર સામે સાવલો ઉઠાવ્યા હતા. સાંસદ અને ધારાસભ્યે જિલ્લામાં ચાલતા ગેરકાયદે રેતી ખનન અને જંગલોના નિકંદનનો મુદ્દો ઉઠાવીને સરકાર અને વહિવટી તંત્રની પોલી ખોલી હતી.

રેતીના બેરોકટોક દોડતા હાઈવા પર બ્રેક લગાવો

બેઠકમાં સાંસદ અને ધારાસભ્યે સૌથી મોટો પ્રશ્ન જિલ્લામાં ચાલતી ગેરકાયદે રેતી ચોરીનો ઉઠાવ્યો હતો. તેમણે રોષે ભરાતા જણાવ્યું કે, જિલ્લામાં રેતી ભરીને બેરોકટોક દોડતા હાઈવા (ડમ્પર) પર તાત્કાલિક બ્રેક વાગવી જોઈએ. ઓવરલોડિંગ અને ગેરકાયદે ખનન સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ. આ ઉપરાંત, ખાણ ખનીજ વિભાગે ક્વોરી ઉદ્યોગના માથાભારે લોકો કોઈ ગરીબ આદિવાસીઓની જમીનો છીનવી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોીએ તેવી ટકોર કરી હતી.

image.png

"ગ્રામ પંચાયતો દાખલા આપી બે નંબરના ખેડાણને કાયદેસર કરે છે"

જિલ્લામાં વન વિભાગની જમીનો પર થઈ રહેલા અતિક્રમણ મુદ્દે સાંસદે વહીવટી તંત્રની પોલ ખોલી હતી. તેમણે આક્ષેપ કર્યો કે, જંગલમાંથી ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપીને જમીન ખેડવામાં આવી રહી છે. નવાઈની વાત એ છે કે, આવી જંગલની જમીન પર ગ્રામ પંચાયતો અને વન સમિતિઓ પણ ખોટા અભિપ્રાય કે દાખલા આપી દે છે, જેના કારણે આ બેનંબરનું ખેડાણ કાયદેસર જેવું થઈ જાય છે અને કોઈ ગુનો જ નથી બનતો!

"જો આવી જ રીતે જંગલોમાં વૃક્ષો કાપીને ગેરકાયદે ખેડાણ થતું રહેશે, તો આગામી સમયમાં નર્મદા જિલ્લામાં જંગલો બચશે જ નહીં." - મનસુખ વસાવા, સાંસદ

ચૈતર વસાવા જે કેસમાં ફસાયા, તે વિવાદિત જમીન પર અત્યારે શું ચાલી રહ્યું છે?

આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ આપ (AAP) નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા જે કાનૂની કેસમાં ફસાયા છે, તે વિવાદિત ઘટનાસ્થળની જમીનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સાંસદે અધિકારીઓને સવાલ કર્યો કે, "જે જમીન પર આ આખી ઘટના બની હતી, ત્યાં હાલમાં શું સ્થિતિ છે અને ત્યાં શું થઈ રહ્યું છે?"

આ પણ વાંચો: નર્મદા: બિરસા મુંડા યુનિવર્સિટી કમિટી મુદ્દે ભાજપ સાંસદ નારાજ; આગેવાનોની અવગણનાનો આક્ષેપ કરી પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો

સાંસદે આ વિવાદ અંગે મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, આ સમગ્ર બાબતે સોશિયલ મીડિયામાં અમુક રાજકીય પક્ષો દ્વારા તદ્દન ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં, જે જગ્યાએ પહેલાં ગાઢ જંગલ હતું, ત્યાં વૃક્ષો કાપીને લોકો જબરદસ્તી ખેતી કરવા લાગ્યા હતા. જ્યારે વન વિભાગના બીટ ગાર્ડે તેમને રોકવાનો કાયદેસરનો પ્રયત્ન કર્યો, ત્યારે આ આખો મામલો ઊભો થયો હતો. આ બાબતમાં સ્થાનિક ગ્રામ પંચાયત અને વન સમિતિઓ જે રીતે મનસ્વી અભિપ્રાય આપે છે, તે અંગે હવે સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.