Narmada

VIDEO| સાગબારા-ઉમરપાડા જંગલ જમીન વિવાદ: સવાલ પૂછતાં જ ગણપત વસાવા મૌન, પત્રકારોને હાથ જોડી ‘નમસ્કાર... ધન્યવાદ’ કહી ચાલતી પકડી!

By GS Team
14 Oct 20261 min read
TukuTouch Logo
એકતા નગર ખાતે ભાજપના આદિજાતિ મોરચાની કારોબારી બેઠકમાં 'સાગબારા-ઉમરપાડા જંગલ જમીન વિવાદ' અંગે પ્રશ્ન પૂછતાં જ આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપત વસાવા મૌન રહ્યા અને પત્રકારોથી દૂર ભાગ્યા. બીજી તરફ, આદિજાતિ મંત્રી નરેશ પટેલે 15 નવેમ્બર સુધીમાં સાચા ખેડૂતોને જમીનની સનદો આપવાનો દાવો કર્યો છે. વસાવાનો વીડિયો વાઈરલ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| સાગબારા-ઉમરપાડા જંગલ જમીન વિવાદ: સવાલ પૂછતાં જ ગણપત વસાવા મૌન, પત્રકારોને હાથ જોડી ‘નમસ્કાર... ધન્યવાદ’ કહી ચાલતી પકડી!

Sagbara Umarpada Forest Land Dispute: નર્મદાના એકતા નગર ખાતે ભાજપના આદિજાતિ મોરચાની કારોબારી બેઠક મળી હતી. જ્યાં 'સાગબારા-ઉમરપાડા જંગલ જમીન વિવાદ' અંગે જ્યારે પત્રકારોએ આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપત વસાવાને સવાલ પૂછ્યા, ત્યારે તેઓ એક શબ્દ પણ બોલ્યા નહીં! ઉલટાનું સવાલોથી બચવા માટે પત્રકારોને હાથ જોડીને, પગે લાગીને ‘નમસ્કાર… ધન્યવાદ’ કહીને ત્યાંથી રફૂચક્કર થઈ ગયા હતા.

સાગબારા-ઉમરપાડા જંગલ જમીન વિવાદ, સવાલ પૂછતાં જ ગણપત વસાવા મૌન

બીજી તરફ, આદિજાતિ મંત્રી નરેશ પટેલે જંગલ જમીન મુદ્દે દાવો કર્યો છે કે આગામી 15 નવેમ્બરે નિયમો મુજબ સાચા ખેડૂતોને જમીનની સનદો અપાઈ જશે અને 8 થી 10 દિવસમાં તમામ વિગતો આવી જશે.

એક તરફ મંત્રીજી ગમે તેટલી સ્પષ્ટતા આપે, પણ ગણપત વસાવાના આ ‘ભાગમભાગ’ અને મૌનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાઇરલ થઈ રહ્યો છે.