Narmada

નર્મદાના ગોબરના ગણેશની ગ્લોબલ ડિમાન્ડ: મહિલાઓ માટે ઈકો ફ્રેન્ડલી ગજાનન બન્યા 'લક્ષ્મીજી'

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
નર્મદાના પ્રતાપપરા ગામની હરિ અનમોલ ગૌશાળામાં મહિલાઓ દ્વારા ગાયના છાણમાંથી ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ બનાવાય છે. પર્યાવરણ પ્રેમી રાજેશ વસાવા 10,000થી વધુ મૂર્તિઓ બનાવી જાગૃતિ લાવે છે અને મહિલાઓને રોજગારી પૂરી પાડે છે. અમેરિકાથી 1350 મૂર્તિઓનો ઓર્ડર મળ્યો છે, જે દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે તેની માગ વધી રહી છે. આ મૂર્તિઓનું વિસર્જન ઘરમાં જ શક્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદાના ગોબરના ગણેશની ગ્લોબલ ડિમાન્ડ: મહિલાઓ માટે ઈકો ફ્રેન્ડલી ગજાનન બન્યા 'લક્ષ્મીજી'

Eco Friendly Ganesh Idol Narmada: ગણેશ મહોત્સવની ઉજવણી માટે ભક્તોએ તૈયારીઓ આરંભી દીધી છે. ગણેશ આયોજકો અને ભક્તોમાં આ વખતે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પર્યાવરણ પ્રેમીઓ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવાની લોકો પાસે અપેક્ષા રાખે છે. જો કે, આટલી જાગૃતિ હોવા છતાં આજે પીઓપીની મૂર્તિઓનું ચલણ જોવા મળે છે. આ મૂર્તિઓ વિસર્જન વખતે પાણીમાં ઓગળતી નથી તેના રંગો કેમિકલ વાળા હોવાથી નદી પ્રદૂષિત થાય છે. તેમજ જલચર પ્રાણીઓ માટે પીઓપીની મૂર્તિઓની ઘણી અસર પહોંચે છે. આ દરમિયાન નર્મદામાં મહિલાઓએ ગોબરમાંથી ઈકો ફ્રેન્ડલી બનાવેલી ગણેશની મૂર્તિઓની ગ્લોબલ સ્તરે ડિમાન્ડ છે.

Gujarat Samachar - 2026-09-10T165903.677.jpg

નર્મદાના ગોબરના ગણેશની ગ્લોબલ ડિમાન્ડ

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપપરા ગામમાં હરિ અનમોલ ગૌશાળામાં દેશી ગાયના છાણ માંથી મહિલાઓ દ્વારા ઈકો ફેંડલી ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. પર્યાવણ પ્રમી રાજેશ વસાવા 10,000થી વધુ મૂર્તિ બનાવી પર્યાવરણની જાગૃતિ માટેનો પ્રચાર કરે છે અને મહિલાઓને આ થકી તાલીમ અને રોજગારી પૂરી પાડે છે.

Gujarat Samachar - 2026-09-10T170010.123.jpg

રાજેશભાઇ વસાવાએ જણાવ્યું કે, 'આ મૂર્તિઓનું નિર્માણ દિવાળી પૂર્ણ થાય ત્યારબાદથી કરવામાં આવે છે. મૂર્તિ બને પછી તેને સુકાતા સમય લાગે છે એટલે હાલ તો મૂર્તિ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેને શણગાર કરવાનું કામ ચાલી રહ્યું છે. આ પચી તમામ મૂર્તિને બોક્સમાં પેકિંગ કરીને કુરિયર દ્વારા ઓર્ડર પ્રમાણેના જેતે સ્થળ પર મોકલવામાં આવશે.' જો કે, રાજેશભાઇ કસ્ટમર પાસેથી કુરિયર ચાર્જ પણ લેતા નથી.

સાઈઝ પ્રમાણે મૂર્તિની કિંમત

મૂર્તિઓની કિંમત સાઈઝ પ્રમાણે અલગ અલગ રાખવામાં આવી છે. જેમાં 100 રૂપિયાથી લઈને 7000 રૂપિયા સુધીની મૂર્તિઓ મળે છે. મૂર્તિનું ઘરમાં જ ડોલના પાણીમાં વિસર્જન કરી શકાય છે અને ઓગળી ગયેલું પાણી છાણીયુ ખાતર બની જાય છે. એ ખાતર વાળું પાણી ખેતરમાં કે કુંડાના છોડમાં રેડી દેવાથી ઓર્ગેનિક ખાતર મળી જાય છે. આમ નદીને પ્રદૂષિત થતી અટકાવી શકાય છે.

Gujarat Samachar - 2026-09-10T170039.660.jpg

અમેરિકાથી 1350 મૂર્તિનો ઓર્ડર

ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓનું ઓર્ડર મુજબ વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે રાજેશભાઈ દ્વારા ઓનલાઈન વેચાણ પણ શરૂ કર્યું છે. જેમાં ઓનલાઈન માધ્યમથી અમેરિકાથી 1350 મૂર્તિનો ઓર્ડર પણ મળ્યો હતો. જેમાં ઓર્ડર પ્રમાણેની મૂર્તિઓ અમેરિકા મોકલી દીધો છે.

આ પણ વાંચો: અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદ, દેવભૂમિ દ્વારકામાં 80% ઘટ વચ્ચે ખંભાળિયામાં મેઘમહેર, ખેડૂતોમાં હરખ

ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી ઈકો ફ્રેન્ડલી મૂર્તિની માગ

દર વર્ષે રાજેશભાઈને મૂર્તિઓનો વધુમાં વધુ ઓર્ડર મળે છે. જેમાં કર્ણાટક, કોલકાતા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો મૂર્તિઓ મોકલવામાં આવે છે. જો કે, આ વર્ષે અમેરિકાથી પણ ઓર્ડર મળ્યો હતો. ગણેશ મહોત્સવમાં ઘરમાં ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી પ્રર્યવારણ પ્રેમી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

Gujarat Samachar - 2026-09-10T170116.618.jpg