બિઝનેસમેનને પ્રેમસંબંધમાં ફસાવી યુવતીએ ૧.૮ કરોડ રૃપિયાની ખંડણી વસૂલી , ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બળાત્કારનો ખોટો કેસ દાખલ કરવાની ધમકી આપીને વધુ રૃ.૧.૭૫ કરોડની માંગણી કરી
મુંબઈ - થાણેમાં ૩૦ વર્ષીય યુવતીએ ૫૭ વર્ષીય ઉદ્યોગપતિને પ્રેમસંબંધમાં ફસાવી બે વર્ષમાં ૧.૮ કરોડ રૃપિયાની ખંડણી વસુલ કરતા કેસ નોંધવામાં આવ્યો છે, એમ પોલીસે શનિવારે જણાવ્યું હતું
આરોપીએ વેપારી સામે બળાત્કારનો ખોટો કેસ દાખલ કરવાની ધમકી આપીને વધારાના રૃ.૧.૭૫ કરોડની માંગણી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ ઓગસ્ટ ૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૬ની વચ્ચે બિઝનેસમેન સાથે સંમતિથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ તેણે વિવિધ બહાના હેઠળ મોટી રકમ પડાવી લીધી હતી.
યુવતીએ ફરિયાદીને બ્લેકમેલ કરવાનું શરૃ કર્યું ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી.
પોલીસે જણાવ્યું કે આરોપીએ ઉદ્યોગપતિ સામે બળાત્કારનો ખોટો કેસ દાખલ કરવાની અને ખાનગી ફોટોગ્રાફ્સ, વીડિયો તેના પરિવારના સભ્યોને મોકલવાની ધમકી આપી હતી. આથી વેપારીને ખંડણી પેટે રૃ. ૧.૮૦ કરોડ રોકડા ચૂકવવા પડયા હતા.
ત્યારબાદ પણ તેણે ફરિયાદીને ધમકી આપવાનું બંધ કર્યું ન હતું.
યુવતીએ વાંધાજનક ફોટા અને વીડિયો ડિલીટ કરવા તથા પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળવાના બદલામાં વધારાના રૃ.૧.૭૫ કરોડની માંગણી કરી હતી. આમ સતત ધમકીઓ અને પૈસાની માંગણીઓ સહન ન કરી શકતા બિઝનેસમેને પોલીસનો સંપર્ક કર્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
આ મામલમાં કાસરવડવલી પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ ખંડણી, છેતરપિંડી અને ગુનાહિત ધાકધમકી માટે એફઆઈઆર નોંધી હતી.
આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી નથી અને વધુ તપાસ ચાલુ છે.




