સરકાર વિદ્યાર્થીઓ પ્રત્યે આટલી નિર્દય કેમ? શું આ વિદ્યાર્થીઓ પાકિસ્તાની છે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અભિજીત દિપકેએ આમરણ ઉપવાસ શરુ કરતાં તેના પરિવારનો આક્રોશ
સરકારે તાત્કાલિક વિદ્યાર્થીઓની માગણી સાંભળવી અને શાંતિપૂર્ણ ઉકેલ
લાવવો, અન્યથા અમે પણ આંદોલનમાં જોડાઈશું ઃ ભગવાન દીપક
મુંબઈ - કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજીત દિપકેએ દિલ્હીના જંતર-મંતર ખાતે અનિશ્ચિત ઉપવાસ શરુ કર્યા બાદ તેના પરિવારની ચિંતા વધી છે. તેના પિતા ભગવાનદાસ દિપકેએ કેન્દ્ર સરકાર પરકટાક્ષ કરતાં પ્રશ્ન ઉઠાવ્યો કે, 'સરકાર વિદ્યાર્થીઓ પ્રત્યે આટલી નિર્દય કઈ રીતે હોઈ શકે? શું આ વિદ્યાર્થીઓ પાકિસ્તાની છે?' તેમણે કહ્યું કે, દેશના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓ પોતાની માગણીઓ માટે ઉપવાસ પર બેઠા છે, છતાં સરકાર તેમની વાત સાંભળવા તૈયાર નથી. અભિજીતના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે સરકારને વિદ્યાર્થીઓની માગણી બાબતે સંવેદનશીલતાથી વિચારવાની અપીલ કરી હતી.
ભગવાન દિપકેએ જણાવ્યું કે, તેમને પિતાના સંબંધે પુત્રના આરોગ્યની ચિંતા છે અને તેઓ પ્રાર્થના કરે છે કે વડાપ્રધાનની સરકાર યોગ્ય નિર્ણય લે. તેમણે સવાલ કર્યો કે, સરકાર શું કોઈના મૃત્યુની રાહ જોઈ રહી છે? જો સરકાર વિદ્યાર્થીઓની માગણીઓને અવગણતી રહેશે તો તેઓ પણ પોતાના પુત્રના સમર્થનમાં અશ્ચિત ઉપવાસમાં જોડાશે, તેવી તેમણે ચિમકી આપી છે. તેમણે એવું પણ કહ્યું કે, તેમના કોઈ સંબંધીએ અત્યારે નીટની પરીક્ષા આપી નથી.
અભિજીત દિપકેએ સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને હૉસ્પિટલમાં ખસેડાયા બાદ ઉપવાસ શરુ કર્યા છે. સીજેપી અને વિદ્યાર્થીઓ પરીક્ષાની ગેરરીતિઓ અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. આ દરમ્યાન વાંગચુકના આરોગ્યમાં સતત બગાડ નોંધાતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અભિજીત દિપકેએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
આ સમગ્ર ઘટનાએ વિદ્યાર્થી આંદોલન, સરકારનું વલણ અને ઉપવાસ પર બેઠેલા વિદ્યાર્થીઓના આરોગ્ય અંગે દેશવ્યાપી ચર્ચા જગાવી છે. અભિજીત દિપકેના પરિવારનું કહેવું છે કે, સરકાર સમયસર સંવાદ શરુ કરે અને વિદ્યાર્થીઓની વ્યાજબી માગણીઓ પર નિર્ણય લે. જેથી આંદોલનનો શાંતિપૂર્ણ ઉકેલ આવે.









