શ્રાવણમાં ત્ર્યંબકેશ્વર મંદિરમાં વીઆઈપી દર્શન બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પેઈડ વીઆઈપી પાસ નહીં મળે
શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં લઈ લેવાયેલો નિર્ણય
મુંબઈ - નાસિક જિલ્લામાં આવેલા ત્ર્યંબકેશ્વર મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ભક્તોના પ્રચંડ ધસારાને ધ્યાનમાં લઈ વીઆઈપી દર્શન એક મહિનો બંધ રાખવામાં આવશે.
ત્ર્યંબકેશ્વરના જયોતિર્લિંગ મંદિરના વ્યવસ્થાપકોએ આપેલી માહિતી મુજબ ૧૩મી ઓગસ્ટથી ૧૩મી સપ્ટેમ્બર સુધી વીઆઈપી દર્શનની સુવિધા બંધ રાખવામાં આવશે.
ત્ર્યંબકેશ્વરમાં શ્રાવણ માસમાં સામાન્ય દિવસો કરતાં ભક્તોનો ભારે ધસારો રહે છે. સામાન્ય દિવસોમાં વીઆઈપી દર્શનના પાસનું વેચાણ થતું હોય છે. જેણે વહેલા દર્શન કરવા હોય એ પૈસા ખર્ચીને પાસ ખરીદતા હોય છે. પંરતુ શ્રાવણમાં સામાન્ય ભક્તોને અડચણ ભોગવવી ન પડે માટે વીઆઈપી પાસની સુવિધા એક મહિનો સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.









