Mumbai

પરશુરામ બનવા વિક્કી કૌશલ ૨૫ કિલો વજન વધારશે

By GS Team
30 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈથી મોટા સમાચાર છે કે, વિક્કી કૌશલ 'મહાવતાર' ફિલ્મમાં પરશુરામ બનવા 25 કિલો વજન વધારશે. ડિસેમ્બરમાં શૂટિંગ શરૂ થતાં પહેલાં, તે 'છાવા' ફિલ્મના કોચ તેજસ લાલવાની સાથે ફરી જોડાશે. વિક્કીને દરરોજ 250-500 કેલરી વધુ ખોરાક અને 8 કલાકની ઊંઘ લેવી પડશે. તે પરશુ ચલાવવાની ખાસ તાલીમ પણ લેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પરશુરામ બનવા વિક્કી કૌશલ ૨૫ કિલો વજન વધારશે

ડિસેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરુ થવાનું છે

છાવાના જ કોચની મદદ લેશે, ખોરાક તથા ઉંઘ બંને વધારવાં પડશે                                                        

મુંબઇ -  'મહાવતાર' ફિલ્મમાં  પરશુરામની ભૂમિકા ભજવવા માટે વિક્કી કૌશલ પચ્ચીસ કિલો વજન વધારવાનો છે.

અગાઉ ૨૦૨૫માં 'છાવા' ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજના પાત્રને ન્યાય આપવા  વિક્કી કૌશલે તેનું વજન ૮૦ કિલોમાંથી વધારીને ૧૦૫ કિલો કર્યું હતું.

'મહાવતાર'ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૃ થવાનું છે. પણ તે પહેલાં ત્રણ મહિના પરશુરામના પાત્ર માટે વિક્કી કૌશલ વજન વધારવાની તૈયારીઓ કરવાનો છે.

આ ફિલ્મમાં પરશુરામની ભૂમિકા ભજવવા માટે  વિક્કી કૌશલ તેનું વજન ૨૫ કિલો વધારવા માટે તેના ફીટનેસ કોચ તેજસ લાલવાની સાથે ફરી કામ કરશે. લાલવાનીએ છાવામાં વિક્કીને વજન વધારી આપ્યું હતું. પરશુરામના પાત્રની અજેયતા અને અમરતાને અસરકારક રીતે ઉપસાવવા  વિક્કી કૌશલ સઘન શારીરિક તાલીમ લેશે.

વિક્કી  કૌશલને તેનું વજન વધારવા માટે રોજ અઢીસોથી પાંચસો કેલરી ધરાવતો ખોરાક લેવો પડશે અને સ્નાયુઓને યોગ્ય રીતે વિકસાવવા માટે રોજ ફરજિયાત આઠ કલાકની ઉંઘ લેવી પડશે.  વિક્કી કૌશલે પરશુરામની પરશુ ચલાવવા માટે પણ ખાસ તાલીમ લેવી પડશે.