પીઢ નેતા શરદ પવારને પુણેની હોસ્પિટલમાંથી રજા અપાઈ

ચેસ્ટ કન્જેશન થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
ત્રણ ચાર દિવસ ઘરે આરામની સલાહઃ સુપ્રિયા
મુંબઈ - નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવારને પુણેની ખાનગી હોસ્પિટલમાંથી બપોરે ૧.૦૦ વાગ્યે રજા આપવામાં આવી હતી. શરદ પવારની છાતીમાં ચેપની સારવાર ચાલી રહી હતી.
પવારના પુત્રી અને સાંસદ સુપ્રિયા સૂળેએ કહ્યું કે તેમને ત્રણ ચાર દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તેઓ ઘરે આરામ કરશે અને ત્રણચાર દિવસ પછી રાબેત મુજબની પ્રવૃત્તિઓ કરશે. તેવું સૂળેએ સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં કહ્યું હતું. તેમણે લખ્યું હતું કે 'તેમની તબિયતની ખબર લેનારાઓનો શરદ પવાર આભાર માને છે. તેમની સારવાર અને સંભાળ લેનારા ડોક્ટરો, નર્સો અને મદદનીશ કર્મચારીઓ પ્રતિ પવારે કૃતજ્ઞાતા વ્યક્ત કરી છે તેવું સૂળેએ કહ્યું હતું.
હોસ્પિટલના ચીફ કાર્ડિયોલોજિસ્ટ ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટીએ સવારે કહ્યું હતું કે 'તેમની સારવાર કરનારા ડોક્ટરોએ તેમને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે અને તે પછી પોતાનું રાબેતા મુજબનું કામકાજ શરૃ કરી શકશે.
પવારના ગાઠ મિત્ર વિઠ્ઠલ મણિયારે કહ્યું કે બે દિવસ પવાર પુણેમાંના નિવાસસ્થાનમાં આરામ કરશે અને દવાઓનો ડોઝ પૂરો કરીને પછી મુંબઈ જશે.
નવમી ફેબુ્રઆરીએ પવારને ચેસ્ટ કન્જેશન થયું હતું તે પછી તેમને પુણેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.









