ભૂગર્ભ મેટ્રો થ્રી 2-2 વાર ઠપઃ ટનલમાં લોકો ગૂંગળાયા

સવારે
રશ અવર્સમાં બંધ, બપોરે ધારાવી-કફ પરેડ વચ્ચે અટકી
સવારે
મેટ્રો પર આધાર રાખનારા અનેક લોકો અટવાઈ ગયાઃ બપોરે લોકોએ એક-દોઢ કલાક ટ્રેનમાં બેસવું
પડયું, બે કલાકે
પહોંચ્યો
સ્ટેશનોમાં
ભીડ ન જામે તે માટે એન્ટ્રી બંધ કરાતાં તકરારનાં
દ્રશ્યોઃ સ્ટાફ દ્વારા મદદને બદલે ઉડાઉ જવાબોઃ તંત્ર દ્વારા કોઈ જાહેરાત નહિ
મુંબઇ -
મુંબઈમાં ભૂગર્ભમાં દોડતી એક્વા લાઈન મેટ્રો થ્રી આજે એક જ
દિવસમાં બે-બે વાર ઠપ થઈ જતાં પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. એકવાર સવારે ૮.૩૦
વાગ્યે એટલે કે બરાબર લોકો ઓફિસે જવા
નીકળતા હોય છે ત્યારે જ અપ અને ડાઉન બંને લાઈનો એક કલાકથી વધારે સમય માટે બંધ
રહેતાં અંધાધૂંધી સર્જાઈ હતી. બાદમાં
બપોરે ફરી મેટ્રો ટ્રેનો અટકી પડતાં લોકોએ
ટનલમાં જ મેટ્રોમાં એક કલાક બેસી રહેવું પડે તેવી નોબત સર્જાતાં લોકોના જીવ પડીકે
બંધાયા હતા. મેટ્રો સત્તાવાળાઓ દ્વારા કોઈ ત્વરિત માહિતી કે મદદ મળ્યાં ન હતાં.
તેને બદલે મોડેથી સામાન્ય ટેકનિકલ ખામીનું ગાણું ગાઈ જાણે સાવ સામાન્ય નજીવી ઘટના હોય તેવો દેખાવ કરવા પ્રયાસ થયા હતા.
હેરાન પરેશાન થઈ ગયેલા મુંબઈગરાંઓએ આ મેટ્રોના ધાંધિયા સામે ભારે રોષ ઠાલવ્યો હતો.
વહેલી
સવારે લોકો મેટ્રો થ્રી પર ભરોસો રાખીને એરપોર્ટ કે સાઉથ મુંબઈ જવા નીકળ્યા ત્યારે
જ તે બંધ પડી ગઈ હતી. કફપરેડથી આરે અને
આરેથી કફ પરેડ એમ બંને આવતીજતી લાઈન બંધ થતાં લોકો અટવાઈ ગયા હતા.
મેટ્રો
સ્ટેશનો પર ભીડ ન જામે તે માટે અનેક સ્ટેશનો પર એન્ટ્રી બંધ કરી દેવાઈ હતી. આથી
અનેક સ્ટેશનો પર મુસાફરો તથા મેટ્રોનાં સ્ટાફ વચ્ચે બોલાચાલીનાં દ્રશ્યો સર્જાયાં હતાં. મુસાફરોના આરોપ અનુસાર સ્ટેશનો
પરના સ્ટાફને જ ખબર ન હતી કે મેટ્રો શા માટે બંધ છે અને ક્યારે ચાલુ થવાની છે.
આશરે એક કલાક પછી મેટ્રો ધીમે ધીમે ચાલુ થઈ તો સમગ્ર ટાઈમ ટેબલ ખોરવાઈ ચૂક્યું
હોવાથી પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
આટલી
હેરાનગતિ ઓછી ન હોય તેમ બપોરે એકથી દોઢ વાગ્યાના અરસામાં ફરી મેટ્રો બંધ પડી હતી.
થોડીવારે બીકેસીથી આરે વચ્ચે એક લાઈન ચાલુ થઈ હતી પરંતુ બીકેસીથી કફ પરેડ તરફની
ટ્રેનો બંધ રહી હતી. આ સમયે અનેક મુસાફરો ટ્રેનમાં જ હતા અને તેમણે ટનલમાં એક કલાકથી વધારે સમય માટે બેસી રહેવું પડયું હતું. અનેક
પ્રવાસીઓએ આ દરમિયાન ગૂંગળામણ અને ં ક્લસ્ટ્રોફોબિયાનો એટલે કે બંધિયાર જગ્યામાં
ફસાઈ જવાનો અનુભવ કર્યો હતો.
આ સમગ્ર ઘટનાક્રકમ દરમિયાન મેટ્રો વહીવટીતંત્ર તરફથી લાંબા સમય
સુધી કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હોવાના આક્ષેપો પણ થયા છે. કેટલાક મુસાફરોના
જણાવ્યા અનુસાર, ટેકનિકલ ખામી બાદ મુસાફરોને મદદ કરવાને બદલે કર્મચારીઓ પરિસ્થિતિ છુપાવવા
વધુ વ્યસ્ત દેખાતા હતા.
ધારાવી સ્ટેશન પર ઓનલાઈન ટિકિટ ખરીદનાર એક દિવ્યાંગ
મુસાફરને યોગ્ય મદદ ન મળતા અને મહિલા કર્મચારી તરફથી અસભ્ય વર્તન થવાના
આક્ષેપો પણ સામે આવ્યા છે. બીજી તરફ,
ટેકનિકલ ખામીના કારણે સેવા બંધ રહી હોવા છતાં ઓનલાઈન ટિકિટ ધારકોને
રિફંડ ન આપવાના નિર્ણયથી મુસાફરોમાં ભારે રોષ ફેલાયો હતો. કર્મચારીઓએ માત્ર ટિકિટ ધરાવતા મુસાફરોને જ રિફંડ મળશે તેવી
માહિતી આપતા વિવાદ સર્જાયો હતો.
ઉલ્લેખનીય
છે કે, ઓક્ટોબર
૨૦૨૪માં શરૃ થયેલી મેટ્રો-૩ લાઇન પર અગાઉ પણ અનેક ટેકનિકલ સમસ્યાઓ સામે આવી ચૂકી
છે. ગયા ચોમાસા દરમિયાન વરલી સ્ટેશનમાં પાણી ઘૂસવાની ઘટના બાદ હવે ફરી સર્જાયેલી
ખામીએ મેટ્રોની સુરક્ષા અને ઈમર્જન્સી વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.
મેટ્રોમાં મોબાઈલ નેટવર્ક નહિ હોવાથી પ્રવાસીઓ બહારની દુનિયાથી
કપાયા
મેટ્રો
થ્રીમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ટનલમાં મોબાઈલ નેટવર્ક આવતું જ નથી. મેટ્રો
સત્તાવાળાઓએ મોબાઈલ નેટવર્કના રાઈટ્સ આપવા માટે વધારે મોટી રકમની માગણી કરી હોવાથી
મોબાઈલ કંપનીઓએ એકસંપ કરીને આ માગણી ઠૂકરાવી છે. આ ગજગ્રાહમાં નાગરિકો હેરાન થાય
છે. આજે ટનલમાં જ ટ્રેનો બંધ પડી ત્યારે મોબાઈલ નેટવર્ક પણ નહિ હોવાથી લોકો બહારની
દુનિયાથી કપાઈ ગયા હતા. ટ્રેનો મોડી પડતાં પ્રવાસીઓના ક્ષેમકુશળની કે તેમની
ગતિવિધિની જાણ કરી શકાય તેવું કોઈ સાધન જ ન હતું. આથી પ્રવાસીઓના પરિચિતો અને સ્વજનો પણ ચિંતામાં
ંમૂકાયા હતા. મેટ્રોમાં મોબાઈલ નેટવર્ક નથી અને તંત્રએ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ
રાખી નથી. આ જ કારણોસર ભૂગર્ભમાં ઉતર્યા પછી કાઉન્ટર પર ડિજિટલ ટિકિટિંગમાં પણ
અવરોધ આવે છે. લાંબા સમયથી પ્રોબ્લેમ છતાં મેટ્રો થ્રી સત્તાવાળા કે રાજ્ય સરકાર આ
બાબતે ઘોર ઉપેક્ષા સેવી રહી છે. ક્યારેક મોટી ઈમરજન્સી વખતે નેટવર્કનો અભાવ બહુ
જોખમી બની શકે છે તેવી ચેતવણી છતાં તંત્ર આ બાબતે કોઈ કાર્યવાહીી કરવા તૈયાર નથી.









