Mumbai

ઈથિઓપિયાથી ફલાઈટ દ્વારા લવાયેલાં બે લેમૂર પકડાયાં

By GS Team
23 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈ એરપોર્ટ પર, એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ 2 ભારતીય મુસાફરોના સામાનમાંથી 2 જીવતા લેમૂર પ્રાણીઓ જપ્ત કર્યા. ઇથિયોપિયન એરલાઇન્સની ફ્લાઈટ દ્વારા દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ, આ દુર્લભ પ્રાણીઓને 24 કલાકમાં જ જ્યાંથી લાવવામાં આવ્યા હતા તે દેશમાં પરત મોકલી દેવાયા. લેમૂર, વાંદરાના પૂર્વજ ગણાય છે, જે માડાગાસ્કરના મૂળ નિવાસી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈથિઓપિયાથી  ફલાઈટ દ્વારા લવાયેલાં બે લેમૂર પકડાયાં

અલેમૂર વાંદરાના પૂર્વજ ગણાય છે

દુર્લભ પ્રાણીને ચોવીસ કલાકમાં જ સલામત રીતે પાછા મોકલવામાં આવ્યા

મુંબઇ  - મુંબઇ એરપોર્ટ ઉપર એર ઇન્ટેલિજન્સ યુનિટના ઓફિસરોએ ગઇકાલે બે પેસેન્જરોને આંતરીને તેમના સામાનમાંથી બે જીવતા લેમૂર પ્રાણી પકડી  પાડયા હતા. આમ દુર્લભ  પ્રાણીઓની દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો.

ઇથિયોપિયન્સ  એરલાઇન્સની ફલાઇટમાં સોમવારે મુંબઇ આવી પહોંચેલા બે ભારતીય પેસેન્જરોના લગેજમાંથી ટચુકડા લેમૂર્સ પ્રાણી મળી આવ્યા હતા. તરત જ રેસક્વિન્ક એસોસીએશન ફોર વાઇલ્ડ લાઇફ વેલ્ફેરના નિષ્ણાતોને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા અને આ પ્રાણીને થોડા સમય માટે સલામત રીતે રાખવા માટે સોંપવામાં આવ્યા હતા.

બંને પ્રાણીની તબીબી તપાસ કરવામાં આવી હતી. અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની જોગવાઇ હેઠળ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરોએ આદેશ જારી કર્યા બાદ ૨૪ કલાકમાં જ જ્યાંથી લાવવામાં આવ્યા હતા એ દેશમાં પાછા મોકલવામાં આવ્યા હતા.

લેમૂર દુર્લભ સ્તનધારી પ્રાણી ગણાય છે. આ નાના કદના પ્રાણી આફ્રિકા પાસેના માડાગાસ્કરના મૂળ નિવાસી છે. આ લેમૂરને વાંદરાના પૂર્વજ ગણવામાં આવે છે. લેમૂરની જુદી જુદી ૧૦૦ થી વધુ પ્રજાતિ જોવા મળે છે.