સત્ય બહાર આવશે તેવી આશા સાથે એર ઈન્ડિયાના 12 ક્રૂ મેમ્બર્સને શ્રદ્ધાંજલિ

અમદાવાદ
પ્લેન ક્રેશના મૃતકોને અંજલિ માટે સ્વજનો,
મિત્રો અક્ઠાં થયાં
ડૂસકાંના
અવાજો તથા ભારે ગમગીની વચ્ચે શ્રદ્ધાંજલિ સભાઃ અપર્ણાના પતિએ કહ્યું સમગ્ર પરિવાર
માટે પાછલું વર્ષ બહુ મુશ્કેલ રહ્યું છે
મુંબઈ -
ગય ા વર્ષે ૧૨
જૂનના રોજ અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલા ૨૬૦
મૃતકોમાંના ૧૨ ક્ મેમ્બરોને શ્રદ્ધાંજલિ આપવા માટે મિત્રો, સગાસંબંધીઓ
અને એવિએશન કોમ્યુનિટીના સભ્યો શુક્રવારે
મુંબઈમાં એકઠા થયા હતા.વરિ ક્ સભ્ય અપર્ણા મહાડિકનું એઆઈ-૧૭૧ ફ્લાઇટ દુર્ઘટનામાં
મૃત્યુ થયું હતું. પ્રાર્થના સભામાં તેના પતિ અમોલ પણ હાજર હતા.
હું
એર ઇન્ડિયામાં કેબિન ક્ તરીકે કામ કરતો હોવાથી હું ટ્રેનિંગ એકેડેમીમાં હતો. લંચ
બ્રેક દરમિયાન મને કેબિન ક્ના સભ્ય તરફથી સંદેશ મળ્યો કે બધું બરાબર છે કે નહીં, એમ અમોલે કહ્યું
હતું. હું કલાસરૃમમાં પહોંચ્યો ત્યાં
સુધીમાં સમાચાર ફેલાઈ ગયા હતા અને મને ખબર પડી કે અમદાવાદમાં એક વિમાન તૂટી પડયું
છે. મને નહોતું લાગતું કે તે અપર્ણાનું
વિમાન હશે, કારણ કે દેખીતી રીતે જ આપણા મનમાં એવો ખ્યાલ આવતો હોતો નથી. અમોલે
જણાવ્યું કે તે દિવસે સવારે મેં તેની સાથે વાત કરી હતી.તેણે મને તાલીમ માટે જગાડયો હતો. મને ખબર હતી કે તે
કયા સમયે વિમાનમાં ચઢશે અને કયા સમયે ઉડાન ભરશે. જ્યારે મને ખબર પડી કે વિમાન
ગેટવિક જઈ રહ્યું છે, ત્યારે મને ખાતરી થઈ ગઈ કે તે જ
વિમાનમાં અપર્ણા હતી.
પણ હું હજુ પણ આશાવાદી હતો. તે જ રાત્રે હું
મુંબઈ પહોંચ્યો અને ખબર પડી કે કોઈ બચ્યું નથી. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ
ઘટનાને એક વર્ષ થઈ ગયું છે, એમ અમોલે કહ્યું હતું.
અમોલે વધુમાં જણાવ્યું કે આ વર્ષ પોતાના માટે, પુત્રી અને
માતા-પિતા માટે, અપર્ણાના માતા-પિતા અને સંબંધીઓ માટે ખૂબ જ
આઘાતજનક રહ્યું છે.મને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અને ક્રેશની તપાસ
કરી રહેલી તમામ એજન્સીઓમાં સંપૂર્ણ વિશ્વાસ છે. મને આશા છે કે અંતિમ તપાસ
રિપોર્ટમાં સત્ય બહાર આવશે, એમ તેણે કહ્યું હતું.
મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આયોજિત પ્રાર્થના
સભામાં એર ઈન્ડિયાના વરિ પાયલટ કેપ્ટન સુમિત સભરવાલના મિત્ર સંદીપ કપૂર પણ હાજર
હતા. કપૂરે કહ્યું કે શું થયું અને શા
માટે થયું તેમાં હું પડવા માંગતો નથી,
પરંતુ મને ખાતરી છે કે તેના પર કોઈ દોષ ન આવવો જોઈએ.









