ડીઆરડીઓના ભૂતપૂર્વ વૈજ્ઞાાનિક પ્રદીપ કુરુલકર સામે સુનાવણી શરૃ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવાનો આરોપ
ચાર્જશીટ દાખલ થયાના ૩ વર્ષે બાદ ટ્રાયલ ઃ ફરિયાદ પક્ષના પહેલા સાક્ષીની પૂછપરછ
પુણે - પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવાના કેસમાં મહારાષ્ટ્ર એટીએસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યાના ત્રણ વર્ષ બાદ પુણેની કોર્ટમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના ભૂતપૂર્વ વૈજ્ઞાાનિક પ્રદીપ કુરુલકર સામે ટ્રાયલ શરૃ થઈ છે, જેમાં ફરિયાદ પક્ષે તેના પ્રથમ સાક્ષીની તપાસ કરી હતી.
આ કાર્યવાહી એડિશનલ સેશન્સ જજ પી.વાય. લાડેકર સમક્ષ હાથ ધરવામાં આવી હતી.
પુણેની એક ખાસ કોર્ટે ગયા મહિને કુરુલકર વિરુદ્ધ ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, ૧૯૨૩ની વિવિધ જોગવાઈઓ હેઠળ આરોપો ઘડયા હતા.
આ કેસની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા ૩૦ જૂન, ૨૦૨૩ ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
દિવસની સુનાવણી દરમિયાન, કુરુલકરની ધરપકડ અને તેમની ઓફિસમાં હાથ ધરવામાં આવેલા શોધ અને જપ્તીના પંચનામાના સંદર્ભમાં ફરિયાદ પક્ષે તેના પ્રથમ પંચ સાક્ષીની પૂછપરછ કરી હતી.
બાદમાં સાક્ષીની ઉલટતપાસ બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવી હતી. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી ૧૪ જુલાઈ પર મુલતવી રાખી છે.
ડીઆરડીઓના વરિષ્ઠ વૈજ્ઞાાનિક કુરુલકર પર એક કથિત પાકિસ્તાની એજન્ટ સાથે સંવેદનશીલ માહિતી શેર કરવાનો આરોપ છે.




