સળંગ ત્રણ રજા અને ખુશનુમા હવામાનને લઈ હિલસ્ટેશનો પર પર્યટકોનો ધસારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મહાબળેશ્વર અને પંચગણી વિસ્તારમાં શુક્રવારથી જ ધસારાથી ટ્રાફિક જામ, જોકે વેપારીઓ વાહન-ચાલકોને જલસા
લોનાવલા, માથેરાન, મહાબળેશ્વરમાં ધસારો
મુંબઈ - સળંગ ત્રણ દિવસની આવેલી રજા અને આલ્હાદદાયક હવામાનને લીધે રાજ્યના પ્રસિદ્ધ હિલ સ્ટેશન મહાબળેશ્વર અને પંચગણી પરિસરમાં શુક્રવારથી પર્યટકોએ ધસરો કર્યો હતો. શુક્રવારે સરકારી રજા અને શનિવાર અને રવિવારને જોડીેને મિનિ વેકેશન મ્હાણવા મુંબઈ સહિત રાજ્યના હજારો પર્યટકો ઉમટયા હતા. ક્ષમતા કરતાં વધુ વાહનો થઈ જતાં હિલ સ્ટેશનના મુખ્ય રસ્તા સહિત પસરણી ઘાટમાં મોટો ટ્રાફિક જામ થયો હતો. આવા જ દ્રષ્યો માથેરાન, લોનાવલામાં પણ જોવા મળ્યા હતા.
ગત બે દિવસથી મહાબળેશ્વરમાં વેણ્ણા લેક, આર્થર સીટ અને વિલ્સન પોઈંટ જેવા મુખ્ય દર્શનીય સ્થળો પર પર્યટકોની ગિર્દી વધી છે. શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ જોડીે ત્રણ રજા આવતાં શુક્રવારથી લોકો દાખલ થવાના શરૃ થઈ ગયા હતા.
વેણ્ણા લેક પર નૌકા વિહાર અને ઘોડેસવારી માટે લાંબી લાઈનો જોવા મળી હતી. મુખ્ય બજારમાં પણ ચિકાર ગિર્દી જોવા મળી હતી. ચણા, ચિક્કી અને સ્થાનિક ઉત્પાદનોની મોટા પ્રમાણમાં ખરીદી જોવા મળી હતી. સ્થાનિક હોટેલ, રિસોર્ટ અને લોજ હાઉસફુલ થયા હતા.જેને લીધે વેપારી, સ્ટ્રોબેરી ઉત્પાદકો અને ટેકસી ચાલકોના વ્યવસાયને ફાયદો થયો છે.
ઘાટના તીવ્ર વણાંક હોવાથી વાહનો બંધ પડવાથી કેટલાંક ચાલકોએ ઓવરટેક કરતાં વધુ જામ સર્જાયો હતો. હેરીસન ફોલી થી પાંચગણી દરમ્યાન સેંકડો વાહનો જગ્યા પર જ અટવાતાં પર્યટકોને માનસિક અને શારીરિક ત્રાસ સહન કરવો પડયો હતો. ઉપરાંત વાઈ ખાતે રસ્તાનું સમારકામ હોવાથી ટ્રાફિકમાં વધુ મુશ્કેલી પડી હતી. સ્થાાનિક પોલીસ અને હોમગાર્ડના જવાના રસ્તા પર ઉતરીને પરિસ્થિતિ સંભાળતા દેખાયા હતા.









