Mumbai

ડ્રગ ઈન્સ્પેક્ટર પેપર લીકમાં ટોપ રેન્કર ઋતુજા પાટીલની ધરપકડ

By GS Team
2 Sep 20263 mins read
TukuTouch Logo
મુંબઈ પોલીસે MPSC ડ્રગ ઇન્સ્પેક્ટર પેપર લીક કેસમાં ઋતુજા પાટીલની ધરપકડ કરી છે, જે સાતમી ધરપકડ છે. ઋતુજાએ તેની બહેનપણીને વોટ્સએપ ચેટમાં 50 લાખ રૂપિયા આપ્યા હોવાનું જણાવ્યું હતું. તેને શંકા ટાળવા 10 પ્રશ્નોના ખોટા જવાબ આપવાની સલાહ અપાઈ હતી. બ્રેકઅપ બાદ તેના બોયફ્રેન્ડે સત્તાવાળાઓને જાણ કરતા આ કૌભાંડ સામે આવ્યું. ક્રાઈમ બ્રાન્ચે નંદુરબારથી ઋતુજાને કસ્ટડીમાં લીધી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ડ્રગ ઈન્સ્પેક્ટર પેપર લીકમાં ટોપ રેન્કર ઋતુજા પાટીલની ધરપકડ

એક બહેનપણીને કહ્યું હતું, મેં પેપર માટે ૫૦ લાખ આપ્યા છે

ઋતુજાને તેના પર શંકા ન જાય તે માટે  જાણી જોઈને ૧૦  પ્રશ્નોના ખોટા જવાબ આપવાની સલાહ અપાઈ હતી

મુંબઈ -       મુંબઈ પોલીસે મંગળવારે મહારાષ્ટ્ર પબ્લિક સવસ કમિશન (એમપીએસસી) ડ્રગ ઇન્સ્પેક્ટર (ગ્પ-બી) પરીક્ષાના પેપર લીક કેસમાં સાતમો ક્રમ મેળવનાર  ઉમેદવાર  ઋતુજા પાટીલની ધરપકડ કરી હતી. આમ આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા સાત થઈ ગઈ છે.  ઋતુજાએ તેની બહેનપણીને વ્હોટસ એપ ચેટમાં કહ્યું હતું કે મેં પેપર માટે ૫૦ લાખ રુપિયા આપ્યા છે. ઋતુજાને પરીક્ષા પહેલા લીક થયેલ પ્રશ્નપત્ર મળ્યું હતું. તેને શંકા ટાળવા માટે  જાણી જોઈને ૧૦  પ્રશ્નોના ખોટા જવાબ આપવાની સલાહ આપવામાં આવી હતી. ઋતુજા સાથે બ્રેક અપ થયા બાદ તેના બોયફ્રેન્ડે પેપર લીક થયાની માહિતી સત્તાવાળાઓને આપી દેતાં આ સમગ્ર પેપરલીક કાંડ પરથી પડદો ઉંચકાયો હતો.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલ દ્વારા નંદુરબારથી ઋતુજા પાટિલને  કસ્ટડીમાં લેવામાં આવી હતી.  તેને  કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે તેને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં મોકલી હતી.

    ક્રાઈમ બ્રાન્ચે ૨૨  માર્ચે લેવાયેલી ડ્રગ ઇન્સ્પેક્ટર ( ગૂ્રપ -બી)  પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થવાના મામલામાં  ગયા અઠવાડિયે એમપીએસસીના ત્રણ અધિકારીઓ સહિત છ લોકોની ધરપકડ કરી હતી.

   તુજા પાટીલ ઉપરાંત અન્ય આરોપીઓની ઓળખ એમપીએસસી  આસિસ્ટન્ટ  સેક્શન ઓફિસર વિશ્વેશ્વર દત્તાત્રય નકાટે અને ગોપાલ ભટ્ટુ મરાઠે, એમપીએસસી  અંડર સેક્રેટરી અભિજિત ગણપતરાવ લેંડવે, નંદુરબારમાં કૌટિલ્ય એકેડમીના ડિરેક્ટર પ્રવિણ દિલીપ પાટીલ અને કથિત સહ કાવતરાખોર અમૃત નામદેવ પાટીલ અને રાજેશ પાટીલ તરીકે કરવામાં આવી છે.

     પરીક્ષા પ્રક્રિયાની ગુપ્તતામાં ભંગ થયો હોવાની પ્રાથમિક તપાસ બાદ એમપીએસસીએ ભરતી પ્રક્રિયા રદ કરી અને નવી પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી.     આ ભરતી પ્રક્રિયા ૨૯ જુલાઈ, ૨૦૨૫ના રોજ બહાર પાડવામાં આવેલી જાહેરાત દ્વારા શરૃ કરવામાં આવી હતી. આ વર્ષે ૨૨ માર્ચે મહારાષ્ટ્રના છ વિભાગીય મુખ્યાલયો પર સ્ક્રીનીંગ પરીક્ષા ઓફલાઇન લેવામાં આવી હતી. પરીક્ષાનું પરિણામ ૧૨  જૂને જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ૫૦૬  ઉમેદવારો ઇન્ટરવ્યુ તબક્કા માટે લાયક હોવાનું  જાહેર કરાયું હતું.

    આમાંથી ૪૮૮  ઉમેદવારોના  ૧થી ૨૨  જુલાઈ દરમિયાન ઇન્ટરવ્યુ લીધા હતા. ઇન્ટરવ્યુ પૂર્ણ થયા પછી એમપીએસસીએ ૪૮૮  ઉમેદવારોનો સમાવેશ કરતી પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ પ્રકાશિત કરી હતી. જેમાં ૪૮૫  ઉમેદવારો નિમણૂક માટે લાયક અને ત્રણને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા, એમ કમિશને જણાવ્યું હતું.

   જોકે, બાવીસથી ૨૬  જુલાઈ દરમિયાન કેટલાક ઉમેદવારો તેમજ જનપ્રતિનિધિઓ તરફથી ઈ-મેલ દ્વારા  પરીક્ષાના પેપર લીક  અંગે ફરિયાદો કમિશનને મળી હતી.

ઋતુજાના પિતા અમૃત પાટીલે પેપર મેળવ્યુું, બ્રેક અપ થતાં બોયફ્રેન્ડેે ભાંડો ફોડયો

(પ્રતિનિધિ દ્વારા)              મુંબઈ, તા. ૧

ઋતુજાના પિતા અમૃત પાટીલ  મુખ્ય કડી હોવાની શંકા છે. તેણે ડ્રગ ઇન્સ્પેક્ટર પરીક્ષાની તૈયારી કરી રહેલી તેની પુત્રી માટે પ્રશ્નપત્ર  મેળવવા માટે લગભગ ૧૨ લાખ રૃપિયા ખર્ચ્યા હોવાનું કહેવાય છે.

     કૌટિલ્ય એકેડમીના સંચાલક પ્રવીણ  પાટીલ પાસેથી અમૃત પાટીલએ પ્રશ્નપત્ર મેળવ્યું હતું. પ્રવીણ કથિત રીતે એમપીએસસી  અધિકારીઓ વિશ્વેશ્વર નકાટે, અભિજિત લેંડવે અને ગોપાલ મરાઠેના સંપર્કમાં હતો.

   તપાસમાં આગળ જણાવાયું છે કેઋતુજાએ પરીક્ષા પહેલા પ્રશ્નોના સેટની અક્સેસ મેળવી હતી. ત્યારબાદ  તેના બોયફ્રેન્ડ ગૌરવ પાટીલને વોટ્સએપ પર ફોરવર્ડ કરી હતી. ગૌરવે તેનો ભાઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતો. .ઋતુજાના માતાપિતાએ ગૌરવ સાથેના તેના પ્રેમસંબંધનો  વિરોધ કર્યો હોવાના કારણે આખરે તેમનું બ્રેકઅપ થયું હતું.     બ્રેકઅપથી નારાજ ગૌરવે કથિત રીતે એમપીએસસી ને તેમની વોટ્સએપ વાતચીત સાથે એક ઈમેલ મોકલ્યો હતો. એમાં દાવો કરવામાં આવ્યો હતો કે પરીક્ષાનું પેપર લીક થઈ ગયું છે.

   ત્યારબાદ એમપીએસસીએ કફ પરેડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં   ક્રાઈમ બ્રાન્ચે મામલાની તપાસ શરૃ કરી હતી.