Mumbai

મહારાષ્ટ્રના સમગ્ર રાજ્યોમાં કોર્ટોમાં વિસ્ફોટોની ધમકી, અદાલતી સંકુલો ખાલી કરાવાયાં

By GS Team
3 Nov 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના થાણે, પાલઘર, પુણે સહિત 10 જિલ્લાની અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇમેઇલ મળ્યા હતા. સોમવારે બપોરે 3:30 વાગ્યે બોમ્બ વિસ્ફોટની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. કોર્ટ પરિસર ખાલી કરાવી, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે સઘન તપાસ કરી હતી. જોકે, કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. સુરક્ષા એજન્સીઓ તપાસ ચાલુ રાખી ધમકી આપનારને શોધી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રના સમગ્ર રાજ્યોમાં કોર્ટોમાં વિસ્ફોટોની ધમકી, અદાલતી સંકુલો ખાલી કરાવાયાં

સમગ્ર રાજ્યમાં સોમવારે અદાલતી કામકાજને ફટકો

થાણે, પાલઘર, પુણે, સતારા, હિંગોલી, બીડ, સોલાપુર, સાંગલી, પરભણી, અમરાવતીમાં ઈમેઈલ  દ્વારા એકસમાન ધમકી

મુંબઈ-     મહારાષ્ટ્રના  થાણે, પાલઘર , પુણે  સતારા, હિંગોલી, બીડ, સોલાપુર, સાંગલી, પરભણી અને અમરાવતી સહિત રાજ્યભરમાં અનેક જિલ્લા અને સત્ર અદાલતોના પરિસરમાં આજે બોમ્બ વિસ્ફોટની ધમકી આપતા ઇમેલ મળ્યા હતા. જેના કારણે  આ તમામ સંકુલો ખાલી કરાવી તપાસ હાથ ધરાઈ હતી પરંતુ કશું શંકાસ્પદ મળ્યું ન હતું.

થાણે કોર્ટમાં બપોરે ૩-૩૦ વાગ્યે બોમ્બ વિસ્ફોટ થશે એવો મેસેજ મળતાં  પોલીસે સમગ્ર કોર્ટ સંકુલ ખાલી કરાવ્યું હતું. ન્યાયાધીશો, વકીલો અને અન્ય કર્મચારીઓને સુરક્ષિત રીતે પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ડોગ સ્ક્વોડ અને બીડીડીએસના કર્મચારીઓએ સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી.  જોકે કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું.

  પાલઘર સેશન્સ કોર્ટ અને જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેલ સોમવારે મળતાં પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બપોરે ૩.૧૧ વાગ્યે બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવતાં સાવચેતીના પગલારૃપે સમગ્ર કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું. પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી હતી.

ધમકીભર્યો ઈ-મેલ મળતાં જ પોલીસની ટીમ તાત્કાલિક કોર્ટ પરિસરે પહોંચી હતી. ન્યાયાધીશો, વકીલો, પક્ષકારો અને કોર્ટના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના તમામ વિભાગો તથા સમગ્ર પરિસરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ વિશે પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ધમકીને ગંભીરતાથી લઈને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી હતી. ધમકીભર્યો ઈ-મેલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

 પુણે પોલીસ અધિકારીએ  કહ્યું  હતું કે કોર્ટ વહીવટીતંત્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પુણેમાં શિવાજીનગર કોર્ટ વિસ્તાર  ખાલી કરાવવામાં  આવ્યો હતો.