ડોક્ટરો પર હુમલો કરનારને જામીનનો હક્ક નહીં ઃ મ્હાત્રેને સુપ્રીમનો આંચકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જોકે, સુપ્રીમે મહારાષ્ટ્ર સરકારના જવાબની રાહ જોવાનું નક્કી કર્યુંે
આવા લોકો જામીનને લાયક નથી, હોસ્પિટલમાં ડોક્ટરો પર હુમલાની ઘટનાને હળવાશથી ન લઈ શકાયઃ સુપ્રીમ
મુંબઈ - ડોમ્બિવલીની મહાપાલિકા સંચાલિત હોસ્પિટલમાં ડોક્ટરો પર હુમલો કરવાના કેસમાં આરોપી શિવસેનાના કોર્પોેરેટર રમેશ મ્હાત્રેએ હાઈકોર્ટની કડક જામીન શરતોને પડકારીને કરેલી અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે મૌખિક રીતે અવલોકન કર્યું હતું કે ડોક્ટરો પર હુમલો કરનારાઓ જામીન મેળવવાને હકદાર નથી. જોકે,કોર્ટે રાજ્ય સરકાર દ્વારા અરજીનો વિરોધ કરવામાં આવે તેની રાહ જોવાનું ઉચિત માન્યું હતું. અરજીની સુનાવણી સાત સપ્ટેમ્બર પર રાખવામાં આવી છે.
કલ્યાણ-ડોંબિવલીના કોર્પોેરેટરને ૭ ઓગસ્ટના રોજ બોમ્બે હાઈકોર્ટે ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી મહારાષ્ટ્રની બહાર રહેવાની શરતે જામીન આપ્યા હતા. ગત છઠ્ઠી જુલાઈએ મ્હાત્રેએ ડોક્ટરો તથા નર્સોને ફટકાર્યા હતા.
સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું, આ એવો કેસ છે જ્યાં તમને અટકાયતમાં રાખવા જોઈતા હતા. તબીબી કર્મચારીઓને આ રીતે ધમકી આપવામાં આવે છે, તો મોટા પાયે લોકોની મદદ કોણ કરશે? બિલકુલ વાજબી નથી. આ પ્રકારના લોકો જામીનને લાયક નથી.
સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એજી મસીહની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે હોસ્પિટલોની અંદર ડોકટરો પર હુમલો કરવાની ઘટનાઓને હળવાશથી ન લઈ શકાય.
શું તમે હોસ્પિટલમાં જઈને કોઈને પણ મારશો? જે લોકો ડોક્ટરો પર હુમલો કરે છે તેઓ જામીન મેળવવાના હકદાર નથી. તેમને તબીબી સમુદાય પ્રત્યે કોઈ માન નથી. જ્યારે ટોળું હુમલો કરે છે ત્યારે માનસિક આઘાતની કલ્પના કરો,એમ સર્વોેચ્ચ અદાલતે કહ્યું હતું.
મ્હાત્રે પર જામીનની શરતો લાદવામાં આવી છે. જામીનની શરતોના ભાગ રૃપે, મ્હાત્રે અને ત્રણેય સહ-આરોપીઓને રાજ્યમાં અઠવાડિયામાં ત્રણ વખત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે જ્યાં તેઓ ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી રહેવાનું પસંદ કરે છે.
સુનાવણી દરમિયાન, મ્હાત્રે વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે હાઈકોર્ટે સુઓ મોટો નોંધ લેવી અને જામીનના આદેશ પર સ્ટે મૂકવો ખોટું હતું. તેમણે પ્રશ્ન કર્યો હતો કે જામીન આપવાના આદેશ સામે સુઓ મોટો કાર્યવાહી કેવી રીતે શરૃ થઈ શકે છે.
બેન્ચે આ રજૂઆતને ફગાવી દીધી અને સંકેત આપ્યો કે તે હાઈકોર્ટ દ્વારા પસાર કરાયેલા પહેલા આદેશને જાળવી રાખશે, જેણે મ્હાત્રેને આપવામાં આવેલા જામીન પર રોક લગાવી હતી.




