નથુરામ અને ગોપાલ ગોડસે આરએસએસના સભ્યો હતાઃ સાત્યકી સાવરકરનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાહુલ ગાંધી સામે બદનક્ષીના કેસની સુનાવણીમાં દાવો
ગાંધીજીને ગોળી વાગ્યા બાદ ૨૦ મિનિટ સુધી હોસ્પિટલ ન લઈ જઈ તેમના માટે તત્કાલીન સરકારે ઉદાસીન વલણ દાખવ્યું હતું તેવું નિવેદન
પુણે - મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસે તથા તેમના ભાઈ ગોપાલ ગોડસે આરએસએસના સક્રિય કાર્યકરો હતા તેવો દાવો વીર સાવકરના પૌત્ર સાત્યકી સાવરકરે કર્યો છે. સાત્યકીએ વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કર્યો છે તેની સુનાવણી વખતે રાહુલના વકીલ દ્વારા ઉલટ તપાસ દરમિયાન તેમણે આ દાવો કર્યો હતો.
સાત્યકીએ આ સુનાવણીમાં એમ પણ કહ્યું હતું કે નથુરામ ગોડસે દ્વારા ગોળી મરાયા બાદ ગાંધીને ૨૦ મિનિટ સુધી ઘટના સ્થળે જ રખાયા હતા અને તેમને તત્કાળ હોસ્પિટલ લઈ જવાયા ન હતા. આ બાબત ગાંધી માટેની તત્કાલીન સરકારની ઉદાસીનતા દાખવે છે.
સાત્યકીએ એવું નિવેદન આપ્યું હતું કે એ બાબત સાચી છે કે મારા નાના ગોપાલ ગોડસે તથા નથુરામ ગોડસે આરએસએસના સક્રિય કાર્યકરો હતા.
ઉલ્લેખનીય છે કે ગોડસે સંઘનો કાર્યકર હોવાની વાત આરએસએસએ હંમેશાં નકારી છે.
સાત્યકીએ કહ્યું હતું કે નથુરામ ગોડસે હિંદુ મહાસભાના પણ સક્રિય કાર્યકર હતા. સાત્યકીએ આ જુબાની દરમિયાન સાવરકર અને ગોડસે પરિવારના સંબંધો પણ સ્પષ્ટ રીતે દર્શાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ગોપાલ ગોડસે મારા નાના અને સિંધુ ગોડસે મારાં નાની હતાં. હિમાની ગોડસે મારાં માતા હતા. મારા માતા તથા ગોપાલ ગોડસે જીવનપર્યંત હિન્દુ મહાસભામાં સક્રિય રહ્યાં હતાં.
દરમિયાન, સાત્યકીના વકીલે રાહુલ ગાંધી તા. ૨૨મીએ પુણે આવી રહ્યા છે તે દિવસે આ કેસ માટે તેમના વોઈ સેમ્પલ મેળવાય તેવી માંગ કરી હતી.
રાહુલ ગાંધીએ એક પ્રવચનમાં વીર સાવકર વિશે કરેલા કેટલાક ઉલ્લેખોના સંદર્ભમાં સાત્યકીએ આ બદનક્ષી કેસ









