ડોંબિવલીમાં ઓકટોબરથી પાસપોર્ટ કેન્દ્ર શરૃ થશે

વિદેશ મંત્રાલયની મંજૂરી
મુંબઈ : કલ્યાણ લોકસભાનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ ડો.શ્રીકાંત શિંદે સન ૨૦૧૭ થી સતત કરેલા પ્રયત્નો બાદ ડોમ્બિવલી એમ.આઈ.ડી.સી.ની પોસ્ટ ઓફિસમા પાસપોર્ટ સવસ સેન્ટર શરૃ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી અને શક્ય તેટલી વહેલી તકે આ સેન્ટર શરૃ કરવા શિંદે હંમેશા પ્રયાસો કરતા હતા. જોકે, જગ્યાના અભાવે પાસપોર્ટ સેવા કેન્દ્ર શરુ કરવા મોડું થયું હતું, ત્યારબાદ ડોમ્બિવલી એમ.આઈ.ડી.સી ખાતે પોસ્ટ ઓફિસની પસંદગી કરવામાં આવી હતી. સાંસદ ડો. શ્રીકાંત શિંદેએ તેમના પ્રયાસો ચાલુ રાખ્યો અને તેમના પ્રયાસો આખરે સફળ રહ્યા, પરંતુ પછી કોરોના ફાટી નીકળવાથી પાસપોર્ટ સેવા કેન્દ્રની શરૃઆતમાં વિલંબ થયોત તેના માટે તેઓ. લોકસભા સત્ર દરમિયાન કોમ્યુનિકેશન કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવસિંહ ચૌહાણને મળી આ પાસપોર્ટ ઓફિસ શરુ કરવા કહ્યું ત્યારે, ડોમ્બિવલી એમ.આઇ.ડી.સી.મા વિલંબ કર્યા વગર જલ્દીથી પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૃ કરવાનું વચન તેમણે આપ્યું હતુ કે ડોમ્બિવલી પાસપોર્ટ સેવા કેન્દ્ર ઓક્ટોબરના બીજા સપ્તાહમાં રાજ્ય મંત્રાલય તરફથી શરૃ થશે આ બાબતે ડો.શિદે ને જાણ કરવામાં આવી છે.
દેશભરમાંની પોસ્ટ ઓફિસોમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો સ્થાપવાનો નિર્ણય દિવંગત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના કાર્યકાળ દરમિયાન લેવામાં આવ્યો હતો.તેથી ડો.શ્રીકાંત શિંદેએ સ્વર્ગસ્થ વિદેશ મંત્રી સ્વરાજના સમયે કલ્યાણ લોકસભા મતવિસ્તારમાં ડોમ્બિવલી એમઆઈડીસીમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૃ કરવાની મંજૂરી મેળવી હતી. તે માટે સાંસદ ડો.શ્રીકાંત શિંદેએ આ માટે વિદેશ મંત્રાલય અને ટપાલ વિભાગનો આભાર માન્યો છે.
થાણેમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર સમગ્ર એમ.એમ.આર ક્ષેત્રમાં એકમાત્ર સેવા કેન્દ્ર હોવાથી, આ સેવા કેન્દ્ર પર ઘણો તાણ હતો. તેનાથી નાગરિકોને ઘણી અગવડ પણ પડે છે કારણ કે તેમને લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હતી. હવે ડોમ્બિવલી એમ.આઈ.ડી.સી પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવાથી થાણે જિલ્લાના ઉપનગરીય શહેરોમાં, ખાસ કરીને કલ્યાણ, ડોમ્બિવલી, ઉલ્હાસનગર, અંબરનાથ, બદલાપુર અને અન્ય ઉપનગરોને ઘણો ફાયદો થશે.




