Mumbai

એકની એક પુત્રીને ગુમાવનાર પિતાની વેદના પૈસાથી તોલી શકાય નહીં

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં, 2003માં એક અકસ્માતમાં 12 વર્ષની તૃપ્તી કાવળે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. 16 વર્ષ કોમામાં રહ્યા બાદ તેનું નિધન થયું. મોટર એક્સિડેન્ટ ક્લેમ ટ્રિબ્યુનલે મંજૂર કરેલા 7 લાખના વળતરને હાઈકોર્ટે રદ કરી, માતા-પિતાની વેદનાને ધ્યાનમાં રાખીને 37 લાખ રૂપિયા સુધી વધાર્યું. વીમા કંપનીને 12 અઠવાડિયામાં 6% વ્યાજ સાથે રકમ ચૂકવવાનો આદેશ અપાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એકની એક પુત્રીને ગુમાવનાર પિતાની વેદના પૈસાથી તોલી શકાય નહીં

અકસ્માત બાદ ૧૬ વર્ષ કોમામાં  રહી હતી

એક્સિડેન્ટ ટ્રિબ્યુનલે આપેલું  રૃ. સાત લાખનું વળતર  રદ કરીને હાઈકોર્ટે ૩૭ લાખ સુધી વધારી આપ્યું

મુંબઈ -  અકસ્માત  બ ાદ ૧૬ વર્ષ કોમામા રહેલી એકની એક પુત્રીને ગુમાવનાર માતાપિતાની વેદનાને ભરપાઈ પૈસાથી કરી શકાય નહીં, એવું મહત્ત્વનું નિરીક્ષણ  કોર્ટે કરીને અરજદાર પિતાને મોટર એક્સિડેન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ (મેક્ટ) દ્વારા મંજૂર કરાયેલી રૃ.સાત લાખની ભરપાઈની રકમમાં રૃ.૩૭ લાખ સુધીનો વધારો કર્યો છે.

 ૨૦૧૬માં  પુત્રીની માતાનું અમસાન થયું હતું અને ત્યાર બાદ પુત્રીની કાળજીની જવાબદારી એકલા પિતા પર આવી હતી. ત્યાર બાદ ૧૬ વર્ષ કોમામાં રહેલી યુવાન એકની એક પુત્રીને ગુમાવવી પડી હતી. આથી આવી વેદના પૈસાથી માપી શકાય તવેી નથી, એમ કોર્ટે જણાવીને ભરપાઈના આદેશમાં ફેરફાર કર્યો હતો.

ટ્રિબ્યુનલે પરિવારના તબીબી ખર્ચ અને ઘરે પથારીમાં રહેલી દરદીની કાળજી લેવા માટેના રોજિંદા ખર્ચનો પુરતો વિચાર કર્યો નથી. કોમામાં રહેલી વ્યક્તિના નાના મોટા અનેક  ખર્ચ હોય છે જેને અવગણી શકાય નહીં અને ખર્ચની માગણી કરનાર વ્યક્તિએ દરેક ખર્ચનો હિસાબ અને બિલ રાખેલું હોવું જોઈએ એવી અપેક્ષા અસ્વીકાર્ય છે. ખાસ કરીને સામાજિક કલ્યાણ સંબંધી કાયદા હેઠળના કેસને ધ્યાનમાં લેતાં દાવો કરવો ખોટું હોવાનું નિરીક્ષણ પણ કોર્ટે વિમા કંપનીની દલીલને ફગાવી હતી.

દસ્તાવેજની તપાસ કર્યા બાદ કોર્ટે જૂન ૨૦૦૩થી કોમામાં રહેલી પુત્રીના મૃત્યુ સુધીના સમયે રોજનો રૃ.૬૦૦નો ખર્ચ નક્કી કર્યો અને ૩૫ લાખ સુધીની નુકસાન ભરપાઈ મંજૂર કરી હતી. કોર્ટે પરિવહન તબીબી ખર્ચ અને શારીરિક ્અને માનિસક ત્રાસની નુકસાન ભરપાઈમાં વધારો કર્યો હતો. વીમા કંપનીએ વધારાની રકમ છ ટકા વ્યાજ સાથ ૧૨ સપ્તાહમાં અરજદારને આપવાનો આદેશ આપ્યો છે.

કેસની વિગત અનુસાર નાશિકમાં મુંબઈ નાકા પરિસરમાં પાંચ માર્ચ ૨૦૦૩ના રોજ એમની વેનની ટક્કર લાગતાં ૧૨ વર્ષીય તૃપ્તી કાવળેના માથા પર ગંભીર ઈજા થઈ હતી. તેને ૨૪ જૂન ૨૦૦૩ના રોજ હોસ્પિટલમાંથી ઘરે લવાઈ હતી. પાંચ ફેબુ્રઆરી ૨૦૧૯ના રોજ તેનું મોત થયું ત્યા સુધી તે ૧૬ વર્ષ કોમામાં હતી.