Mumbai

જૈન સમાજના સાધુ સાધ્વીને ચાતુર્માસ માટે વિહાર કરવા સરકારે પરવાનગી આપી

By GS Team
31 May 20202 mins read
This article was originally published on 31 May 2020
જૈન સમાજના સાધુ સાધ્વીને ચાતુર્માસ માટે વિહાર કરવા સરકારે પરવાનગી આપી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 30 મે, 2020, શનિવાર

કોરોના વાઇરસના રોગચાળાને લીધે અમલમાં આવેલા લોકડાઉનથી એક જગાએથી બીજીજગા પર પ્રતિબંધ છે પણ જૈન સમાજના ચાતુર્માસ જુલાઇ મહિનાથી શરૂ થતા હોવાના પાશ્વભૂમિપર સાધુ-સાધ્વીને વિહાર (પ્રવાસ) કરવાની અમુક શરતોને સાધીને રાજ્ય સરકારે પરવાનગી આપી છે.

જૈન સમાજના ચાતુર્માસ જુલાઇ મહિનાથી પ્રારંભ થાય છે. આ ચાતુર્માસના સમયમાં જૈન સમાજના સાધુ-સાધ્વીને નિશ્ચિત કરેલા ચાતુર્માસ સ્થળે દેરાસર કે ઉપાસરામાં પહોંચવાનું હોય છે. આ સાધુ-સાધ્વી પગપાળે વિહાર કરતા હોય છે. એમાં વૃદ્ધ સાધુ-સાધ્વી તબિયતના કારણે વ્હીલ ચેઅર થકી પ્રવાસ કરતા હોય છે. આ પ્રકારે પ્રવાસ કરવાની નિશ્ચિત સ્થળે ચાતુર્માસમાં પહોંચવાનું હોય છે.

કોરોનાની પાશ્વભૂમિ પર દેશમાં લોકડાઉન શરૃ હોવાથી સાધુ-સાધ્વી પ્રવાસ કરી શકતા ન હતા. પરંતુ ચાતુર્માસ શરૃ  થાય એ પૂર્વે તેઓને નિશ્ચિત સ્થાને પહોંચવું આવશ્યક છે. આથી જૈન સમાજના સાધુ-સાધ્વી તેમજ સેવકવર્ગને વિહાર કરવાની પરવાનગી શરતોને આધીને સરકારે આપી છે.

પ્રવાસ દરમિયાન ગીર્દી થાય નહિ પાંચ કરતાં વધુ એકત્રિત પ્રવાસ કરવો નહિ. કોવિડ-૧૯ સંદર્ભમાં કેન્દ્ર અ રાજ્ય શાસનને આપેલી સૂચનાઓનું પાલન કરવું જરૃરી છે. પ્રવાસ દરમિયાન બે વ્યક્તિ વચ્ચે અંતર રાખવું (સોશ્યલ ડિસ્ટન્ટ) માસ્ક પહેરવું. આ શરતોને આધાની સરકારે પરવાનગી આપી છે.

આ અંગે પરિપત્રક રાજ્યના પોલીસ વડા, પોલીસ કમિશનર, જિલ્લાધિકારી સહિત સંબંધિતોને આપવામાં આવ્યો છે. આ અંગેની પરવાનગી રાજ્યના સાર્વજનિક આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન રાજેન્દ્ર પાટીલ (યદ્રાવર) અથાક પ્રયાસથી મહારાષ્ટ્ર સરકારે આપી એવી માહિતી જૈન સમાજ અગ્રણીય તથા એન.સી.પીના બિપિન મહેતાએ જણાવ્યું હતું.