ડ્રાઈવરને કાંડામાં ગોળી વાગી હતી, ટાઈગર તેને પહેલાં પોલીસ મથકે લઈ ગયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કેસમાં એફઆઈઆર
ડ્રાઈવરને હોસ્પિટલ લઈ જવાયા બાદ હાથમાં જ ગોળી રહી ગયાની ખબર પડીઃ ટાઈગરને છાતી તથા જમણા હાથમાં ઈજા
મુંબઈ - મુંબઈની જમનાબાઈ નરસી ઇન્ટરનેશનલ સ્કૂલની બહાર ટાઇગર શ્રોફની બીએમડબ્લ્યુ પર થયેલા ફાયરિંગ દરમિયાન તેના કેરટેકર અને ડ્રાઇવર ફિરદોસ ઇબ્રાહિમ બલોચને ગોળી વાગી હતી. જેના કારણે અભિનેતાએ કાર ચલાવવાનું શરૃ કર્યું હતું. ૪૭ વર્ષીય બલોચને ડાબા હાથના કાંડામાં ગોળી વાગી હતી. ટાઈગર તેના ડ્રાઈવરને સાંતાક્ઝ પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. પછી પોલીસની મદદથી હોસ્પટલમાં ખસેડવામાં આવ્યો હતો. હુમલામાં અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો.
પોલીસે નોંધેલા બલોચના નિવેદન મુજબ સાંજે સાત વાગ્યાની આસપાસ જ્યારે તે અને શ્રોફ વિલે પાર્લે વેસ્ટમાં સ્કૂલના ફૂટબોલ ગ્રાઉન્ડમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ગોળીબાર થયો હતો. ૪૭ વર્ષીય બલોચે જણાવ્યું હતું કે તે વર્ષોથી શ્રોફના કેરટેકર તરીકે કામ કરી રહ્યો છે અને જરૃર પડયે તેના માટે ગાડી પણ ચલાવતો હતો.
એફઆઈઆરમાં જણાવાયું છે કે અગાઉ શ્રોફ સાંજે પોતાની બીએમડબ્લ્યુમાં ગ્રાઉન્ડ પર આવ્યો હતો.તેની સાથે ડ્રાઇવર ગંગાધર યાદવ પણ હતો. શરૃઆતમાં બલોચ તેની મોટરસાઇકલ પર તેમની પાછળ આવ્યો હતો. બાદમાં શ્રોફ સાથે બીએમડબ્લ્યુમાં ગ્રાઉન્ડમાંથી બહાર ગયો હતો. બલોચ કાર ચલાવતો હતો. અને અભિનેતા તેની બાજુમાં બેઠો હતો.
જ્યારે તેઓ શાળાના મેદાનમાંથી બહાર નીકળ્યા અને બલોચે ડાબી બાજુ વળાંક લેવાનું શરૃ કર્યું હતું. ત્યારે બે અજાણ્યા આરોપીએ કથિત રીતે આગળ અને ડાબી બાજુથી કાર પર ગોળીબાર કર્યો હતો. ફરિયાદીએ આરોપ લગાવ્યો કે હુમલાખોરોએ શ્રોફ અને તેમને મારવાના ઇરાદાથી ગોળીબાર કર્યો હતો. જેના કારણે સ્થળ પર હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
બલોચે પોલીસને જણાવ્યું કે તેના ડાબા હાથના કાંડામાં ગોળી વાગી હતી. તે ડ્રાઇવર બાજુના દરવાજામાંથી કારમાંથી બહાર નીકળ્યા જ્યારે શ્રોફ અંદર જ રહ્યો હતો. ત્યારબાદ અભિનેતા ઘાયલ બલોચને સાંતાક્ઝ પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. જ્યાંથી પોલીસ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.
ફરિયાદમાં ત્રણ હુમલાખોરોનું વર્ણન કરવામાં આવ્યું હતું. .જે ૨૦થી ૨૫ વર્ષની વયના હોવાનું માનવામાં આવે છે. તેઓ પાતળા હતા અને ઊંચાઈ આશરે પાંચ ફૂટ છ ઇંચથી છ ફૂટ સુધી હતી.




