Mumbai

મૃતકનો ગુનાહિત ઈતિહાસ તેના મોબ લિન્ચિંગને વાજબી ઠેરવી શકે નહીંઃ મુંબઈ હાઈકોર્ટ

By GS Team
4 Nov 20263 mins read
TukuTouch Logo
મુંબઈમાં બોમ્બે હાઈકોર્ટે જૂની અદાવતમાં ટોળાં દ્વારા હુમલો કરી હત્યાના કેસમાં એક આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે, મોબ લિંચિંગ કાયદાના શાસન પર પ્રહાર કરે છે અને તેને વ્યક્તિગત અદાવતનો સરળ કેસ ગણી શકાય નહીં. ન્યાયાધીશ મિલિંદ જાધવે નોંધ્યું કે આરોપી ટોળાને મૃતક પર હુમલો કરવા અને તેના ઘરને આગ લગાવવા સૂચના આપી રહ્યો હતો, અને પોતે પણ કુહાડીથી વારંવાર હુમલો કરતો હતો. મૃતકના શરીર પર 38 ઘા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

મૃતકનો ગુનાહિત ઈતિહાસ તેના મોબ લિન્ચિંગને વાજબી ઠેરવી શકે નહીંઃ મુંબઈ હાઈકોર્ટ

જૂની અદાવતમાં ટોળાં દ્વારા હત્યાના કેસમાં આરોપીને જામીન નકાર્યા

મોબ લિન્ચિંગ કાયદાના શાસન પર પ્રહાર કરે છે, તેને અદાવતના સરળ કેસ તરીકે ગણી ન શકાય

મુંબઈ -    કોઈ વ્યક્તિ રીઢો ગુનેગાર છે અથવા તેનો ગુનાહિત રેકોર્ડ હોય એટલા માટે  લિંચિંગ અથવા મોબ જસ્ટિસને વાજબી ઠેરવી શકાય નહીં એમ જણાવી  બોમ્બે હાઈકોર્ટે  જૂની અદાવતમાં ટોળાં દ્વારા હુમલો કરી હત્યાના કેસમાં એક આરોપીની જામીન અરજી  ફગાવી દીધી હતી.

ન્યાયાધીશ મિલિંદ જાધવે શરદ દિગમ્બર ગોરાણેની બેન્ચે કહ્યું હતું કે આરોપી ટોળાને મૃતક પર હુમલો કરવા માટે  સૂચના આપી રહ્યા હતા જેથી તેને પાઠ ભણાવી શકાય. તેઓ ટોળાને મૃતકના ઘરને આગ લગાવવાનું પણ કહી રહ્યા હતા.

  ન્યાયાધીશે જણાવ્યું કે શરદ જ મૃતક પર વારંવાર કુહાડીથી હુમલો કરતો હતો. જ્યારે તેને લોખંડના સળિયા, વાંસની લાકડીઓ અને છરીઓથી નિર્દયતાથી મારવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે પડોશીઓને ધમકી પણ આપી હતી ક ેમૃતકને બચાવવાનો પ્રયાસ ન કરે. ન્યાયાધીશના મતે, પીડિતના શરીર પર કુલ ૩૮ ઘા હતા. ન્યાયાધીશ જાધવે કહ્યું, આ ઘટના ફક્ત હિંસાને કારણે થયેલા મૃત્યુનો કેસ નથી, પરંતુ પ્રથમ દ્રષ્ટિએ તે મોબ લિંચિંગનો કેસ છે, જેમાં કાયદાના શાસનનો સંપૂર્ણપણે અનાદર કરવામાં આવ્યો હતો. એવું લાગે છે કે ઘાતક હથિયારોથી સજ્જ ટોળાએ પીડિતાના ઘરમાં ઘૂસીને તેને નિર્દયતાથી માર માર્યો હતો અને તેની હત્યા કરી હતી. મૃતકને થયેલી ઇજાઓની સંખ્યા અને પ્રકાર દર્શાવે છે કે હુમલો કેવી રીતે કરવામાં આવ્યો હતો. ઘરની બહાર ઘણા લોકોની હાજરીમાં આ ઘટના બની તે તેની ગંભીરતા વધારે છે. આવી મોબ લિંચિંગ કાયદાના શાસનના પાયા પર પ્રહાર કરે છે અને તેને વ્યક્તિગત દુશ્મનાવટનો સરળ કેસ ગણી શકાય નહીં.

 ૨૮ ઓક્ટોબરના પોતાના આદેશમાં ન્યાયાધીશ જાધવે જણાવ્યું હતું કે રેકોર્ડ પરની સામગ્રી દર્શાવે છે કે જ્યારે મૃતકના પરિવારના સભ્યોએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ડરાવવામાં આવ્યા. ખાસ કરીને, મૃતકને માર મારતી વખતે પીડિતાની માતાને લાચાર બનાવવામાં આવી હતી. 

  ન્યાયાધીશે જણાવ્યું હતું કે જ્યારે લોકોનો એક જૂથ કાયદો પોતાના હાથમાં લે છે અને વિવાદ ઉકેલવા માટે હિંસાનો આશરો લે છે, ત્યારે તેના પરિણામો ફક્ત મૃતક પૂરતા મર્યાદિત નથી હોતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા વર્તનથી જાહેર વ્યવસ્થાને જોખમ થાય છે અને કાયદા દ્વારા પૂરા પાડવામાં આવતા રક્ષણમાં નાગરિકોનો વિશ્વાસ ઓછો થાય છે. ન્યાયાધીશે શરદના વકીલ સના ખાનની દલીલને ખાસ ફગાવી દીધી હતી કે  મૃતક 'હિસ્ટ્રી-શીટર' (જૂનો ગુનેગાર) છે અને ગોરાને (અરજદાર) પરિવાર સાથે જૂની દુશ્મનાવટ ધરાવે છે.

  વકીલે દલીલ કરી હતી કે તેમના અસીલ, શરદને ધરપકડના કારણો વિશે જાણ કરવામાં આવી ન હતી. ન્યાયાધીશે જણાવ્યું હતું કે ગુનાની જઘન્યતા, ગંભીરતા અને રીતને જોતાં, ધરપકડના કારણો અંગે આવી ટેકનિકલ દલીલ યોગ્ય નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, અરજદાર જે ટેકનિકલ આધાર પર મુક્તિ માંગી રહ્યો છે તેને પણ અયોગ્ય ગણવામાં આવે છે.આ અવલોકનો સાથે, બેન્ચે જામીન અરજી ફગાવી દીધી હતી.