Mumbai

આફૂસ તો અમારી જ ઃ જીઆઈ ટેગ માટે કોંકણ, ગુજરાત, તમિલનાડુ વચ્ચે રસદાર જંગ

By GS Team
24 Nov 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: કોંકણની પ્રખ્યાત આફૂસ કેરીને 2018માં GI ટેગ મળ્યું હતું, પરંતુ હવે ગુજરાતના વલસાડ, જુન્નર અને તામિલનાડુની આફૂસ પણ આ ટેગ માટે દાવેદાર બનતા હરીફાઈ જામી છે. કોંકણના ઉત્પાદકો GI ટેગ જાળવી રાખવા લોકપ્રતિનિધિઓની મદદ માંગી રહ્યા છે. GI ટેગ જાળવી રાખવા માટે કાનૂની લડત ચાલી રહી છે, જેથી ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય.

Summarized by AI; it may make mistakes. Check important info

આફૂસ તો અમારી જ ઃ જીઆઈ ટેગ માટે કોંકણ, ગુજરાત, તમિલનાડુ વચ્ચે રસદાર જંગ

કોંકણની આફૂસના સૌથી ઊંચા દામ ઉપજે છે

૨૦૧૮માં પાંચ જિલ્લાની આફૂસને ટેગ મળ્યું હતું, હવે વલસાડ, જુન્નરનો પણ દાવો થતાં ભારે હોડ જામી

મુંબઈ -  કોકણની મશહૂર આફૂસ કે હાફૂસ (અલ્ફાન્ઝો) કેરીને આઠ વર્ષ પહેલાં જ જી.આઈ. (જયોગ્રોફિકલ આઈડેન્ટિફિકેશન) ટેગ અનાયત થયું હતું. પરંતુ હવે ગુજરાતના વલસાડની જુન્નરના શિવનેરીની અને તામિલનાડુની આફૂસ કેરીએ પણ જી.આઈ. ટેગ મેળવવા દાવેદારી કરી છે.એટલે કોકણના આફૂસ ઉત્પાદકોએ જી.આઈ. ટેગ ટકાવી રાખવા માટે દોડધામ શરૃ કરી દીધી છે. એટલું જ નહીં પણ લોકપ્રતિનિધિઓને પણ સહાયભૂત થવા સાદ કર્યો છે.

કોંંકણની આફૂસ કેરીની આંતરરાષ્ટ્રીય બજારમાં ઉંચી કિંમત ઉપજે છે અને ખૂબ જ  ડિમાન્ડ છે. આ આફૂસ કેરીને ભૌગોલિક માનાંકન (જી.આઈ.ટેગ) મળે એ માટે ૨૦૧૦થી જોરશોરથી પ્રયાસો શરૃ કરવામાં આવ્યા હતા. તત્કાલીન કેન્દ્રીય વાણિજય પ્રધાન સુરેશ પ્રભુની પહેલને લીધે ૨૦૧૮માં આફૂસને જી.આઈ. ટેગ મળ્યું હતું. રત્નાગિરી, સિંધુદુર્ગ, રાયગઢ, થાણે અને પાલઘર આ પાંચ જિલ્લાની આફૂસને જી.આઈ. ટેગનું માનાંકન આપવામાં આવ્યું હતું.

હવે ગુજરાતની વલસાડ આફૂસ, પુણે જિલ્લાના જુન્નર તાલુકાની શિવનેરી આફૂસ તેમજ તામિલનાડુની આફૂસ કેરીને જી.આઈ. ટેગ આપવામાં આવે એ માટે અરજીઓ કરવામાં આવી છે.

કોંકણની આફૂસ આંબા બાગાયતદાર સંસ્થા અને ડો. બાળાસાહેબ સાવંત કોકણ કૃષિ વિદ્યાપીઠ તરફથી જી.આઈ. ટેગ જાળવી રાખવા માટે છેલ્લા ચાર- પાંચ વર્ષથી કાનૂની લડત આપવામાં આવી રહી છે.

ગુજરાત તરફથી વલસાડ આફૂસને જીઆઈ ટેગ આપવા માટે ચેન્નઈ ખાતે જી.આઈ. રજિસ્ટ્રી વિભાગમાં અરજી કરવામાં આવી હતી તેની અંતિમ સુનાવણી મુંબઈના કાર્યાલયમાં તાજેતરમાં જ પૂરી થઈ હતી. ત્યાબાદ વ્યાપક હિતનો વિચાર કરીને તડજોડનો માર્ગ સ્વીકારવાની અને સમાધાનપૂર્વક ઉકેલ લાવવાની સૂચના જી.આઈ. રજિસ્ટ્રી તરફથી સંબંધિત પક્ષોને આપવામાં આવી છે. જ્યારે જુન્નર તાલુકાની શિવનેરી આફૂસની અરજી પર હજી સુનાવણી ચાલુ છે. કોકણની કેરીને આફૂસનું જે માનાંકન મળ્યું છે એ જો બીજી કોઈ આફૂસને અપાશે તો ગ્રાહકો સાથે છેતરપિંડી થવાની શક્યતા છે એવી રજૂઆત કોંકણના બાગાયતદારો તરફથી કરવામાં આવી છે.