Mumbai

નાલાસોપારામાં વરસાદી પાણીમાં ડૂબી જતાં કિશોરનું મોત

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈના નાલાસોપારામાં રજા હોવાથી 13 વર્ષનો નમન કેસરવાણી તેના 5 મિત્રો સાથે વાલાઈપાડાના ખેતરમાં ગયો હતો. ભારે વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાઈ જતાં બાળકો તરવા ઉતર્યા હતા. તરતી વખતે નમન અચાનક ઊંડા ખાડામાં ડૂબી ગયો. 2 કલાકની શોધખોળ બાદ તેનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે અકુદરતી મૃત્યુ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાલાસોપારામાં વરસાદી પાણીમાં ડૂબી  જતાં કિશોરનું મોત

મિત્રો સાથે વાલાઈ પાડામાં ખેતરમાં ગયો હતો

મેદાન તળાવમાં ફેરવાયું હોવાથી બાળકો મોજમસ્તી માટે ઉતર્યાં અને  ટ્રેજેડી

મુંબઈ  -  નાલાસોપારા- ઈસ્ટના વાલાઈપાડામાં મેદાનમાં ભરાયેલા પાણીમાં તરતી વખતે ૧૩ વર્ષનો છોકરોનું મંગળવારે બપોરે ડૂબી ગયો હોવાની દુઃખદ ઘટના બની હતી. પોલીસે જણાવ્યું હતું કે શાળાની રજા હોવાથી તેના મિત્રો સાથે ફરવા ગયેલો છોકરો પાણીમાં ખાડાનો અંદાજ ન હોવાથી ડૂબી ગયો હતો.

પેલ્હાર પોલીસે આપેલી માહિતી મુજબ, નાલાસોપારા-ઈસ્ટના ગરલપાડાના જય અંબે ચાલીનો ૧૩ વર્ષનો રહેવાસી નમન કેસરવાણી સોમવારે બપોરે અઢી વાગ્યાની આસપાસ તેના પાંચ મિત્રો સાથે વાલાઈપાડાના ખુલ્લા ખેતરમાં ગયો હતો. ભારે વરસાદને કારણે મેદાનમાં મોટા પ્રમાણમાં પાણી જમા થઈ ગયું હતું અને તે જળાશય બની ગયું હતું. બધા છ બાળકો પાણીમાં તરવા માટે નીચે ઉતર્યા હતા.

 તરતી વખતે, નમન અચાનક તેનું સંતુલન ગુમાવી બેઠો અને પાણીમાં ડૂબી ગયો હતો. તેના મિત્રોએ તેને શોધવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, જ્યારે તે દેખાયો નહીં, ત્યારે ગભરાયેલા બાળકો બહાર આવ્યા અને સ્થાનિક લોકોને જાણ કરી હતી. આ ઘટનાની માહિતી મળતાં, વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર વિભાગની ટીમ અને પેલ્હાર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લગભગ બે કલાકની શોધખોળ બાદ, સાંજે પાંચ વાગ્યે નમનનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે આ જમીનમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું, પરંતુ તેમાં પહેલેથી જ એક ઊંડો ખાડો હતો. પેલ્હાર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સચિન કાંબલેએ માહિતી આપી હતી કે, નમનનું એ જ ખાડામાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.

 આ કેસમાં પેલ્હાર પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુ નોંધવામાં આવ્યું છે અને વધુ તપાસ ચાલી રહી છે. સ્થાનિક લોકોએ માહિતી આપી હતી કે શાળામાં રજા હોવાથી વિસ્તારના બાળકો ત્યાં ફરવા આવ્યા હતા.

દરમિયાન, પોલીસે નાગરિકોને આવા સ્થળોએ જવાનું ટાળવા અપીલ કરી છે. પોલીસે એમ પણ કહ્યું છે કે વસઈ-વિરારના વિવિધ પર્યટન સ્થળો પર પ્રવેશ પ્રતિબંધ પહેલાથી જ લાદવામાં આવ્યો છે અને નાગરિકોએ પોતાની સલામતીનું ધ્યાન રાખવું જોઈએ.