Mumbai

લો કોલેજોની બેઠકો ઘટાડવાના મુંબઈ યુનિ.ના નિર્ણયને સુપ્રીમની બહાલી

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની 45 લો કોલેજોમાં પ્રવેશમાં 50% ઘટાડવાના મુંબઈ યુનિવર્સિટીના નિર્ણયને સમર્થન આપ્યું. જોકે, અરજદાર 'લોયર્સ ફાઉન્ડેશન' દ્વારા ભવિષ્યમાં આવી વ્યર્થ અરજી ન કરવાની ખાતરી આપ્યા બાદ, બોમ્બે હાઈકોર્ટે ફટકારેલો 1 લાખ રૂપિયાનો દંડ સુપ્રીમ કોર્ટે માફ કર્યો. આ નિર્ણય ગુરુવારે આવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

લો કોલેજોની બેઠકો ઘટાડવાના મુંબઈ યુનિ.ના નિર્ણયને સુપ્રીમની બહાલી

૪૫ લો કોલેજોમાં  મંજૂર પ્રવેશમાં ૫૦ ટકાનો ઘટાડાના નિર્ણયને  સમર્થન

 જોકે, હવેથી આવી વ્યર્થ અરજી નહીં કરે તેવી  અરજદારની ખાતરી બાદ હાઈકોર્ટે ફટકારેલો એક લાખનો દંડ માફ કર્યો

મુંબઈ -  સુપ્રીમ કોર્ટે ગુરુવારે મહારાષ્ટ્રની સંલગ્ન લો કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ૫૦ ટકાનો ઘટાડો કરવાના મુંબઈ યુનિવસટીના નિર્ણયને પડકારતી અરજી ફગાવી દીધી હતી.  જોકે, આ કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા અરજદાર પર લાદવામાં આવેલા એક લાખ રુપિયાના દંડને માફ કર્યો હતો.

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વી મોહનાની બનેલી બેન્ચે લોયર્સ ફાઉન્ડેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને બોમ્બે હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. જોકે, અરજદારે બેન્ચને ખાતરી આપી હતી કે તે ભવિષ્યમાં આવી વ્યર્થ અરજીઓ દાખલ નહીં કરે, ત્યારબાદ સર્ર્વોેચ્ચ અદાલતે ઉદાર વલણ અપનાવ્યું અને  દંડ માફ કર્યો હતો.

 અરજદાર દ્વારા આપવામાં આવેલી ખાતરીને ધ્યાનમાં રાખીને કે તેઓ આવી વ્યર્થ અરજી દાખલ કરવામાં રોકાયેલા રહેશે નહીં, અમે ઉદાર વલણ અપનાવીએ છીએ,એમ જણાવીને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશમાં  એક લાખ રૃપિયાના દંડને રદ કરતી વખતે કહ્યું હતું. પરિણામે, દંડ અંગેના આદેશને બાજુ પર રાખીને લિવ પિટિશન રદ કરવામાં આવી હતી.

આ અરજીમાં મુંબઈ યુનિવસટીના ૨૦૨૬-૨૭ શૈક્ષણિક વર્ષ માટે લગભગ ૪૫ સંલગ્ન કાયદા કોલેજોમાં ત્રણ વર્ષ અને પાંચ વર્ષના એલએલબી અભ્યાસક્રમો માટે મંજૂર પ્રવેશમાં ૫૦ ટકાનો ઘટાડો કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

બોમ્બે હાઈકોર્ટે જુલાઈમાં અરજી ફગાવી દીધી હતી અને એક  લાખ રૃપિયાનો દંડ ફટકાર્યોે હતો. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે  લોયર્સ ફાઉન્ડેશ એક ત્રાહિત પક્ષકાર છે  તેમ છતાં તેણે આ અરજી શા માટે કરી અને એક લો કોલેજ  સંબંધિત ગુપ્ત વિગતો હાંસલ કેવી  રીતે કરી લીધી તેવો સવાલ ઉઠાવ્યો હતો.