Mumbai

સોનાક્ષીએ મકક્મ રહીને પાપારાઝીઓને ભગાડી મૂક્યા

By GS Team
13 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં આકાંક્ષા રંજન અને શરણ શર્માના રિસેપ્શન બાદ સોનાક્ષી સિન્હાએ પાપારાઝીઓને ખખડાવ્યા હતા. પતિ ઝહીર સાથે કારમાં બેસતી વખતે ફોટોગ્રાફરોએ તેમને ઘેરી લેતા સોનાક્ષીએ ગુસ્સે થઈને કહ્યું કે, "જ્યાં સુધી તમે નહીં જાઓ, હું કારમાં નહીં બેસું." આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. અગાઉ પણ સોનાક્ષીએ પાપારાઝીઓ પર ગુસ્સો કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનાક્ષીએ  મકક્મ રહીને પાપારાઝીઓને ભગાડી મૂક્યા

સોનાક્ષીએ ફરી પાપારાઝીઓને ખખડાવી નાખ્યા

મે નહીં જાઓ ત્યાં સુધી હું કારમાં નહીં બેસી એમ કહી ઉભી જ રહી ગઈ                 

મુંબઈ -   નેહા ધુપિયાએ તાજેતરમાં તેના બેક શોટ લેવા બદલ પાપારાઝીઓને ખખડાવ્યા હતા. એ સમયે નેહા ધુપિયાને તેના આ કામ માટે સોનાક્ષી સિંહાએ બિરદાવી હતી. હવે સોનાક્ષી સિંહાને જ પાપારાઝીઓએ પરેશાન કરતાં સોનાક્ષી સિંહાએ તેમની સામે જીદ કરી પોતાનુ ધાર્યું કર્યું હતું.

આકાંક્ષા રંજન અને શરણ શર્માના લગ્નના રિસેપ્શનમાં હાજરી આપ્યા બાદ સોનાક્ષી સિંહા તેના પતિ ઝહીર સાથે કારમાં રવાના થઇ રહી હતી ત્યારે પાપારાઝીઓ તેમને ઘેરીને તેમનો  વિડીયો બનાવતાં હતા. સોનાક્ષી સિંહાએ કારમાં બેસતાં પૂર્વે તેમને બસ હવે બહું થયું કહી અટકવાનો નિર્દેશ આપ્યો હતો. પણ પાપારાઝીઓએ તેનો વિડીયો  બનાવવાનું ચાલુ જ રાખતાં સોનાક્ષીનો પિત્તો ગયો હતો અને તેણે કહી દીધું કે જબ તક આપ નહીં જાઓગે મેં કાર મેં નહીં બેઠુંગી.

આ ઘટનાનો વિડીયો વાઇરલ થઇ ગયો હતો. અગાઉ પણ સોનાક્ષી સિંહા તેના પિતા અને પતિ સાથે જોવા મળી ત્યારે પાપારાઝીઓ તેમનો ફોટો લેવા ધસારો કર્યો ત્યારે પણ સોનાક્ષી સિંહાએ પિત્તો ગુમાવી તેમને ધમકાવ્યા હતા. નેહા ધુપિયાએ તેમના ચોરીછુપીથી બેકશોટ લેનારા ફોટોગ્રાફર્સને ધમકાવ્યા ત્યારે પણ સોનાક્ષીસિંહાએ તેને બિરદાવી હતી.