Mumbai
સોનાક્ષી સિંહા પણ હાલ પ્રેગનન્ટ હોવાની અટકળો
By GS TEAM
16 Oct 20251 min read

સોનાક્ષીનું વજન પણ વધી ગયું છે
એક ઈવેન્ટમાં પેટ છૂપાવતાં જોવા મળતાં ચાહકોએ અનુમાન વ્યક્ત કર્યું
મુંબઈ - સોનાક્ષી સિંહા પણ હાલ પ્રેગનન્ટ હોવાનું અનુમાન તેના ચાહકો વ્યક્ત કરી રહ્યા છે.
સોનાક્ષી સિંહા હાલમાં જં પતિ ઇકબાલ ઝહીર સાથે એક ઇવેન્ટમાં જોવા મળી હતી. જેમાં કેમેરા સામે પોઝ આપતી વખતે તેણે પોતાના પેટને ઢાંકી રાખ્યું હતું. તેની તસવીર અને વીડિયો જોનારાઓએ કહ્યું હતું કે, તે પ્રેગનન્ટ હોય તેમ જણાઇ રહ્યું છે. તેનું વજન વધી ગયું છે અને તે વધુ સુંદર દેખાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે. અભિનેત્રીએ ઇકબાલ ઝહીર સાથે ૨૩ જુન, ૨૦૨૪ના રોજ લગ્ન કર્યા હતા. તેઓ ૨૦૧૭થી ડેટ કરી રહ્યા હતા.
તેના લગ્નથી તેનો પરિવાર નારાજ હતો અને લગ્નમાં ફક્ત માતા-પિતાએ જ હાજરી આપી હતી.
બોલીવૂડમાં કેટરિના કૈફ અને પરિણિતી ચોપરા સહિતની હિરોઈનો હાલ માતૃત્વના પંથે છે.









