Mumbai

પિતાની જાણ વિના ટુ વ્હીલર લઈ નીકળેલા પુત્ર અને તેના મિત્રનું અકસ્માતમાં મોત

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈના ઘાટકોપર-અંધેરી લિંક રોડ પર વહેલી સવારે 5 વાગ્યે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પિતાને જાણ કર્યા વગર સ્કૂટર લઈને નીકળેલા 14 વર્ષીય ગણેશ મહામુનિ અને તેના મિત્ર આર્યન પાસવાન (15)ને એક ટેમ્પો ચાલકે ટક્કર મારતાં બંનેના કરુણ મોત થયા હતા. પોલીસે ટેમ્પો ચાલક પ્રેમ પ્રકાશ બલદેવરામ (34)ની ધરપકડ કરી છે. આ ઘટનાથી પરિવારમાં શોક છવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પિતાની જાણ વિના  ટુ વ્હીલર લઈ નીકળેલા પુત્ર અને તેના મિત્રનું અકસ્માતમાં મોત

૩ મહિના પહેલાં ટુ વ્હીલર લીધું હતું, પરોઢે પાંચ વાગ્યે બે મિત્રો ફરવા  નીકળ્યો

ઘાટકોપર  અંધેરી લિંક રોડ પર ટેમ્પો ચાલકની ટક્કર મારી,  ૧૪ વર્ષના કિશોરનું સ્થળ પર મોત, મિત્રએ હોસ્પિટલમાં દમ તોડયો

મુંબઈ -  પિતાની જાણ બહાર વહેલી સવારે પાંચ વાગ્યે તેમનું સ્કૂટર લઈ ફરવા નીકળેલા કિશોરને  ઘાટકોપર- અંધેરી લિંક રોડ પર પૂરઝડપે એક ટેમ્પોએ ટક્કર મારતા થયેલ ગંભીર અકસ્માતમાં કિશોર અને તેના એક સગીર મિત્રનું મોત નીપજ્યું હતું.

મૃતકની  ઓળખ ગણેશ સુનિલ મહામુનિ (૧૪) અને તેના એક મિત્ર આર્યન પાસવાન (૧૫) તરીકે થઈ છે. સ્કૂટર ચલાવનાર ગણેશ મહામુનિનું અકસ્માત બાદ તરત રવિવારે મોત થયું હતું. જ્યારે આર્યનનું સોમવારે મોત થયું હતું.

આ અકસ્માત રવિવારે વહેલી સવારે ૫.૧૫ વાગ્યે જાગૃતિનગર મેટ્રો સ્ટેશન નીચે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ બન્ને કિશોરો ઘાટકોપર રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે એક આઈશર ટેમ્પોએ કથિત રીતે ખૂબ જ ઝડપે અને બેદરકારીપૂર્વક તેમના સ્કૂટરને ટક્કર મારી હતી. આ ઘટના બાદ ઘાટકોપર પોલીસે કેસ નોંધીને ટેમ્પો ચાલક  પ્રેમ પ્રકાશ બલદેવરામ (૩૪) ની ધરપકડ કરી હતી.  પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સ્થળ પરથી સીસીટીવી ફૂટેજ અને ટેમ્પોના રજીસ્ટ્રેશન નંબરની મદદથી આરોપીને શોધી કાઢયો હતો.

એફઆઈઆર મુજબ મૃતક ગણેશ નવમા ધોરણમાં ભણતો હતો અને પિતા સુનીલ મહામુનિ અને તેની ૧૨ વર્ષની બહેન સાથે ઘાટકોપર પશ્ચિમના ભરવાડીના સિધ્ધાર્થનગરમાં રહેતો હતો. પરિવારે જૂન ૨૦૨૬માં નવું હોન્ડા એક્ટિવા સ્કૂટર ખરીદયું હતું અને તેને ઘરની નજીક પાર્ક કરતા હતા. રવિવારે શાળામાં ં રજા હોવાથી ગણેશ વહેલી સવારે પાંચ વાગ્યે પિતાને જાણ કર્યા વગર સ્કૂટરની ચાવી લઈ પાડોશમાં રહેતા મિત્ર આર્યન સાથે ઘરથી ફરવા નીકળ્યો હતો અને આ ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં બન્ને મિત્રોના મોત થયા હતા.