કેતનની હત્યાના ૪ માસ પહેલાં સિયા અને ચેતને ગુપ્ત લગ્ન કરી લીધાં હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સિયાના બે કોલેજ મિત્રોએ લગ્ન રજિસ્ટ્રી માં સાક્ષી તરીકે સહી કરી હતીં
સિયા-ચેતનના ચેટ મેસેજીસ પરથી શંકા ઃ ઈન્સ્ટા પર હાર પહેરેલા ફોટા પણ અપલોડ થયા હતાઃ ડેસ્ટિનેશન વેડિંગની તૈયારી થતાં હત્યાનું નક્કી કર્યું
મુંબઈ - કેતનની હત્યાના ચાર મહિના પહેલાં જ સિયા અને ચેતને ખાનગી રીતે લગ્ન કરી લીધાં હોવાની પોલીસને શંકા છે. આ કારણોસર જ સિયા કેતન સાથે લગ્ન ટાળવા માગતી હતી. સિયા અને ચેતનના ચેટ મેસેજીસના વિશ્લેષણ તથા કેટલાક મિત્રો પાસેથી મળેલી વિગતોના આધારે આ શંકા વ્યક્ત કરાઈ રહી થે.
સિયા ગોયલ (૨૦) અને ચૌધરી (૨૨) પર ૧૮ જૂનના રોજ પુણેના લોહગઢ કિલ્લામાં પચ્ચીસ વર્ષીય કેતન અગ્રવાલને ખડક પરથી ધક્કો મારીને મોતને ઘાટ ઉતારવાનો આરોપ છે. કેતન અને સિયાનાં લગ્ન આગામી નવેમ્બરમાં નક્કી થયાં હતાં.
પુણે ગ્રામીણ પોલીસ હવે એવા દાવાઓની તપાસ કરી રહી છે કે સિયા અને તેના પ્રેમી ચૌધરીએ ચાર મહિના પહેલા સ્થાનિક રજિસ્ટ્રાર ઓફિસમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. કેતન સાથેની સગાઈ બાદ બંનેએ લગ્ન કરી લીધા હોવાનું કહેવાય છે.પોલીસ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્નનું પ્રમાણપત્ર છે કે નહીં તેની ચકાસણી કરી રહી છે. જેથી ખાતરી કરી શકાય કે તેમણે ખરેખર લગ્ન કર્યા છે કે નહીં. સિયાના બે કોલેજ મિત્રોએ સાક્ષી તરીકે સહી કરી હતી.તેમની પણ તપાસ ચાલી રહી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પોલીસની ટેકનિકલ ટીમો એક ખાનગી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ડિલીટ કરેલા ફોટા મેળવવાનો પ્રયાસ કરી રહી છે . એમાં સિયા અને ચેતનના લગ્નના હાર પહેરેલા દેખાતા હોવાનું કહેવાય છે.
તપાસકર્તાઓને શંકા છે કે ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે સિયા ગોયલના સાસરિયાઓ દ્વારા દસ્તાવેજો માંગ્યા બાદ ઉતાવળમાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પોલીસ આરોપી ચૌધરીના બેંક રેકોર્ડ તપાસી રહી છે કે શું તેણે ગુપ્તપણે લગ્ન પૂર્ણ કરવા માટે કોઈ વચેટિયાને પૈસા આપ્યા હતા.
ગુપ્ત લગ્નને કારણે બાલી પ્રી વેડિંગ શૂટ ન હતું જવું
મુંબઈ - સિયા જૂનમાં કેતન સાથે પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે બાલી જવા માંગતી ન હતી અને સિયા તેના જન્મદિવસ નિમિત્તે મહાબળેશ્વરમાં આયોજિત ઉજવણીમાં જવાનું પણ ટાળવા માંગતી હતી. કારણ કે તે કેતન સાથે એક જ રૃમમાં સમય વિતાવવા માંગતી ન હતી. આ ગુપ્ત લગ્નને કારણે સિયાના વર્તન પાછળનું કારણ હવે પ્રકાશમાં આવી રહ્યું છે બાલી ન જવું પડે તે માટે સિયાએ પુણેથી મુંબઈ આવતી વખતે જ કેતનનો પાસપોર્ટ ગુમ કરી દીધો હતો.
તું આવી જા, આપણે સાથે ધક્કો મારશું
મુંબઈ - કેતન અગ્રવાલને મારવાનો પહેલો પ્રયાસ ૧૪ જૂને કરવામાં આવ્યો હતો. તે દિવસે સિયા ગોયલમાં કેતનને સીધો ધક્કો મારવાની હિંમત નહોતી. તે હત્યાના પહેલા પ્રયાસ દરમિયાન ડરી ગઈ હતી. કેતન ઝાડ પકડી લેતા બચી ગયો અને હત્યાનું કાવતરું નિષ્ફળ ગયું હતું. ત્યારબાદ તેણે ચેતન ચૌધરીને કહ્યું, 'હું હિંમત કરી શકતી નથી, તું પણ આવી જા. આપણે કેતનને એકસાથે ધકેલીશું,એવો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે
અનેક રાજ્યોના હત્યા કેસોનો અભ્યાસ કર્યો
મુંબઈ - સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ ગુના કરવાની વિવિધ પદ્ધતિઓ વિશે માહિતી મેળવવા માટે વેબ સિરીઝ, પોડકાસ્ટ અને વીડિયો જોયા હતા એવો પોલીસનો દાવો છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તેમણે દેશના વિવિધ રાજ્યોમાં થયેલી હત્યાના કેસોનો અભ્યાસ કર્યો હતો. પોલીસની શંકા ઓછી કરવા માટે ગુના કરવાની પદ્ધતિઓ વિશે માહિતી એકત્રિત કરી હતી. બંનેએ તારણ કાઢયું હતું કે ચાકુ અથવા અન્ય શનો ઉપયોગ કરવાથી પુરાવા પાછળ રહી શકે છે અને આરોપીને સરળતાથી શોધી શકાય છે.
રાજા રઘુવંશી કેસ વિશે સર્ચ કર્યું હતું
મુંબઈ - સિયા ગોયલના બંને મોબાઈલ ફોનની સર્ચ હિસ્ટ્રીમાંથી પોલીસને ઘણી માહિતી મળી છે.
પુણેમાં કેતન અગ્રવાલ હત્યા કેસની મુખ્ય આરોપી સિયા ગોયલે મર્ડર પહેલા ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસ વિશે માહિતી મેળવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સિયાએ પોલીસ કસ્ટડીમાં મહિલાઓને માર મારવામાં આવે છે કે કેમ તે જાણવા માટે ઇન્ટરનેટ પર પણ સર્ચ કર્યું હતું. તેના બંને મોબાઇલ ફોનની સર્ચ હિસ્ટ્રી પરથી આ માહિતી સામે આવી છે. આનો અર્થ એ થાય કે કેતનની હત્યા પછી તે પકડાઈ શકે છે. તે શંકા હોવાથી સિયાએ આ માટે અગાઉથી તૈયારી કરી હોય એવું લાગે છે.
તાજેતરમાં પોલીસ સિયાને તેના ઘરે લઈ ગઈ હતી. ત્યારે તેના બેડરૃમમાંથી બીજો મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો.
કેતન આપણી ઉપર નજર રાખી રહ્યો છે, મજબૂત રહો
મુંબઈ - પોલીસના જણાવ્યા અનુસાર હત્યાના બીજા જ દિવસે એટલે કે ૧૯ જૂનના રોજ સિયા કેતનના ઘરે ગઈ હતી. તેણે કેતનના પિતાને સાંત્વના આપતા કહ્યું કે કેતન આપણી ઉપર નજર રાખી રહ્યો છે, મજબૂત રહો. તપાસમાં જાણવા મળ્યું કે હત્યા બાદ ૧૮ જૂનથી ૨૩ જૂન દરમિયાન બંને આરોપીઓનું દૈનિક જીવન સામાન્ય હતું. ધરપકડ પછી પણ તેમના ચહેરા પર પસ્તાવાના કોઈ ચિહ્ન નહોતા.









