Mumbai

ગોંદિયામાં ટ્રક અને એસયુવી વચ્ચે ટક્કરમાં છનાં મોત

By GS Team
9 Sep 20261 min read
TukuTouch Logo
મહારાષ્ટ્રના ગોંદિયામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઝડપી ટ્રક અને SUV વચ્ચેની ટક્કરમાં 3 વર્ષના બાળક સહિત 6 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. મૃતક અને ઘાયલ મધ્યપ્રદેશના બાલાઘાટના રહેવાસી હતા અને કામ માટે તેલંગાણાના કરીમનગર જઈ રહ્યા હતા. પોલીસે ટ્રક ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોંદિયામાં  ટ્રક અને એસયુવી વચ્ચે ટક્કરમાં છનાં મોત

મૃતક અને ઈજાગ્રસ્ત મધ્યપ્રદેશના મજૂર હતા, કામ માટે તેલંગાણા જઈ રહ્યા હતા

મુંબઈ -     મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં એક ઝડપી ટ્રક અને એસયુવી વચ્ચે અથડાતાં ત્રણ વર્ષના બાળક સહિત છ લોકોના મોત થયા છે અને અન્ય સાતને ઇજા થઈ  છે, એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું.

   મૃતક અને ઈજાગ્રસ્ત મધ્યપ્રદેશના મજૂર હતા અને કામ માટે તેલંગાણાના કરીમનગર જઈ રહ્યા હતા.

   ગોંદિયા ગ્રામીણ પોલીસના ઇન્સ્પેક્ટર વૈભવ પવારે જણાવ્યું હતું કે જિલ્લા મુખ્યાલયથી લગભગ ચાર  કિમી દૂર નાગરા ગામ પાસે સોમવારે રાત્રે આ ભયાનક અકસ્માત થયો હતો.

    ગોંદિયાનો રહેવાસી ટ્રક ડ્રાઈવર મોહસીન ખાન (૩૨ ) વાહન પરથી કાબુ ગુમાવતા વિરુદ્ધ દિશામાંથી આવતી એસયુવી  સાથે ટકરાયો હતો.

   પવારે જણાવ્યું હતું કે  વાહનમાંથી  લોકોને  બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે સાત ઘાયલ થયા હતા. તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

   મૃતકોની ઓળખ કિરણ સંતોષ વૈધ (૨૬ ), સંતોષ માત્રે (૩૮ ), સુશીલા માત્રે (૩૫ ), રૃપસેન તેજલાલ સત્યકર (૩૫ ), જ્યોતિ રૃપસેન સત્યકર (૩૨ ) અને ત્રણ વર્ષીય આરુષ માત્રે તરીકે થઈ છે. તેઓ એમપીના બાલાઘાટ જિલ્લાના કિરણાપુર તાલુકાના રહેવાસી છે.

   આ મામલામાં ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને  અન્ય સંબંધિત કલમ  હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.