ગાયક શાને બાન્દ્રામાં ટાવરમાં ૪૮ કરોડ રૃ.માં અઢારમો માળખરીદ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એક જમાનામાં માલાસિંહાનો બંગલો હતો ત્યાં ટાવર
બાવીસ માળના તમામ સુવિધાઓથી સજ્જ વૈભવી ટાવરમાં માત્ર ૩૨ રહેવાસીઓ હશેે
મુંબઈ - બોલીવૂડના વિખ્યાત ગાયક શાન એટલે કે શાંતનું મુકર્જી અને તેમની પત્ની રાધિકા મુકર્જીએ બાન્દ્રા પશ્ચિમમાં એક વૈભવી ઘર ૨૦ ઓગસ્ટે ખરીદ્યું છે. દંપતીએ ૬૩૦૦ ચોરસ ફૂટના ઘરના ૪૮ કરોડ રૃપિયા ચૂકવ્યા છે. આ ઘરમાં ત્રણ એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે જે અઢારમા માળથી દોઢ માળમાં ફેલાયેલાં છે. શાનના પિતા સંગીતકાર માનસ મુકર્જી પણ બાન્દ્રામાં રહેતાં હતા.
બાન્દ્રા પશ્ચિમમાં સેંટ માર્ટિન રોડના જંકશન પાસે આઠ ટર્નર રોડ પર જ્યાં એક જમાનામાં માલાસિંહાનો બંગલો આવેલો હતો ત્યાં આ ટાવર બની રહ્યો છે. આ રિડેવલપમેન્ટમાં બાવીસ માળનો ટાવર બનાવવામાં આવી રહ્યો છે જેમાં માત્ર ૩૨ રેસિડેન્સ ફાળવવામાં આવશે.
આ વૈભવી ટાવરમાં રહેવાસીઓને ટાવરની ટોચે ઇન્ફિનિટી પુલ, સ્કાય ડેક, જિમ, યોગ સ્ટુડિયો, મેડિટેશન રૃમ, સ્પા, સલોન વેનિટી રૃમ, બિઝનેસ મિટિંગ રૃમ, બેન્કવેટ હોલ, ગેમ રૃમ, લાયબ્રેરી અને કાર્ડરૃમ જેવી સુવિધાઓ મળશ









