કિયારા અડવાણીની યશ સાથેની કેમિસ્ટ્રીને પગલે સિદ્ધાર્થ મલ્હોત્રા ટ્રોલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચાહકોએે કિયારાના પતિની દયા ખાધી
ઘણાં ચાહકોએ મહિલાવિરોધી ટિપ્પણીઓ કરી સિદ્ધાર્થ મલ્હોત્રાને ટ્રોલ કર્યો
મુંબઈ - યશ અને કિયારા અડવાણીની કેમિસ્ટ્રી ફિલ્મ ટોક્સિકઃ એ ફેરી ટેલ ફોર એડલ્ટ્સમાં વખણાઇ છે પણ ઘણાં દર્શકોએ કિયારાના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાને ટ્રોલ કરી મહિલાવિરોધી ટિપ્પણી કરી હતી.
કિયારાના પતિ સિદ્ધાર્થે સોશ્યલ મિડિયા પર એક જાહેરાતની રીલ રજૂ કરી હતી. જેના કોમેન્ટ સેક્શનમાં દર્શકોએ યશ અને કિયારાના જીઆઇએફ પોસ્ટ કરી અણછાજતી કોમેન્ટ પાસ કરી હતી. એક દર્શકે જણાવ્યું હતું કે આપ કેવા પતિ છો, આ ફિલ્મ કેવી રીતે બનવા દીધી? બીજા એક જણે દાઢમાંથી જણાવ્યું હતું કે હવે તો ડાઇવોર્સ જ એકમાત્ર વિકલ્પ છે. જ્યારે બીજાએ દયા ખાતા જણાવ્યું કે બેચારા કા કુછ દિન બાદ ડાઇવોર્સ હોનેવાલા હૈ.
ટોક્સિક ફિલ્મનું ટીઝર અને ટ્રેલર રજૂ થયું ત્યારથી કિયારાની તેના સીન બદલ આકરી ટીકાઓ થઇ રહી છે. રસપ્રદ બાબત એ છે કે યશની પત્ની રાધિકા પંડિત ની પોસ્ટ પર આવી કોઇ ટિપ્પણીઓ થઇ રહી નથી. જાણકારોના મતે પિતૃસત્તાક પરિવારપ્રથાને કારણે મહિલાઓના ચારિત્ર્યની તપાસ કરવામાં આવે છે જ્યારે પુરૃષનું ગૌરવગાન કરવામાં આવે છે. પુરૃષ બોલ્ડ સીન કરે તો ચાલે પણ નારી કરે તો ન ચાલે તેવું વલણ ભારતમાં પ્રચલિત છે.




