Mumbai

શ્રદ્ધા બોય ફ્રેન્ડ રાહુલ મોદી સાથે છોટી સી છૂટ્ટી મનાવે છે

By GS Team
9 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં શ્રદ્ધા કપૂરે તેના બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથેની તસવીરો શેર કરી છે, જેનાથી તેમના સંબંધોની ચર્ચાઓ તેજ બની છે. શ્રદ્ધાએ એક ફોટોમાં રાહુલને પુસ્તક વાંચતો દર્શાવ્યો છે. તેણે "દિલ રખ લે, નીંદ તો વાપસ દે દે યાર..." જેવું કેપ્શન લખી પોતાના પ્રેમનો એકરાર કર્યો છે. 2024ની શરૂઆતથી તેઓ સાથે જોવા મળ્યા છે, અને આ પહેલીવાર તેણે રાહુલનો ફોટો શેર કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રદ્ધા બોય ફ્રેન્ડ રાહુલ મોદી સાથે  છોટી સી છૂટ્ટી મનાવે  છે

શ્રદ્ધાએ બોયફ્રેન્ડ રાહુલ મોદીની તસવીર પણ શેર કરી

શ્રદ્ધા કપૂરે એક ફોટોમાં દિલદારને લખ્યું, દિલ રખ લે,નીંદ તો વાપસ દે દે યાર...                                                           

મુંબઈ -  શ્રદ્ધા કપૂર તેના બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે છોટી સી છુટ્ટી મનાવી રહી હોય તેવી તસવીરો વાઇરલ થઇ છે. શ્રદ્ધાએ શેર કરેલી તસવીરોમાં એકમાં રાહુલ મોદી પાછળ બેસીને પુસ્તક વાંચતો દેખાય છે. આમ, શ્રદ્ધાએ પહેલીવાર તેના બોયફ્રેન્ડનો ફોટો શેર કરતાં ચાહકોમાં તેમના સંબંધોને લઇ જાતજાતની અટકળોને વેગ મળ્યો છે.

એક તસવીર નીચે શ્રદ્ધાએ કેપ્શન લખી છે, છોટી સી છુટ્ટી તો બનતી હૈ ના? બીજી એક તસવીરમાં શ્રદ્ધાએ લવરની સ્ટાઇલમાં લખ્યું છે, દિલ રખ લે, નીંદ તો વાપસ દે દે યાર.....

૨૦૨૪ની શરૃઆતમાં મુંબઇમાં ડિનર માટે સાથે જતાં પહેલીવાર તસવીરકારોએ ઝડપ્યા ત્યારથી તેમની વચ્ચે સંબંધ ચાલુ છે. એ પછી અનેકવાર તેઓ સાથે દેખાતાં તેમની વચ્ચેના સંબંધને લઇ અટકળો વહેતી રહે છે. શ્રદ્ધાની આગામી ફિલ્મ 'ઇઠા' હવે ડિસેમ્બરમાં રજૂ થવાની છે.