શાહરુખની સંપત્તિ ૨૪૯૦ કરોડ ઘટી છતાં સૌથી શ્રીમંત સેલેબ્સમાં ટોપ પર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લિસ્ટમાં સલમાનની એન્ટ્રી, જુહી ચાવલાની બાદબાકી
અમિતાભની સંપત્તિ વધીને ૪૦૦૦ કરોડ થતાં શાહરુખ પછી બીજાં સ્થાને
મુંબઇ - આ વર્ષે ૨૪૯૦ કરોડ રૃપિયાની કમાણી ઘટવા છતાં ૧૦,૦૦૦ કરોડ રૃપિયાની કમાણી કરી બોલિવૂડના સુપરસ્ટાર શાહરૃખ ખાને ધ હુરૃન ઇન્ડિયા રીચ લિસ્ટમાં પહેલો નંબર જાળવી રાખ્યો છે. ૨૦૨૫ના લિસ્ટમાં શાહરૃખની કમાણી ૧૨,૪૯૦ કરોડ રૃપિયા જણાવાઇ હતી.
આ રિચ લિસ્ટમાં બીજા ક્રમે ૪૦૦૦ કરોડ રૃપિયાની કમાણી સાથે અમિતાભ બચ્ચન છે. અમિતાભની સંપત્તિમાં ૧૬૩૦ કરોડનો વધારો થયો છે. એ પછી ૩૦૦૦ કરોડ રૃપિયાની કમાણી સાથે સલમાનખાનનો ક્રમ આવે છે. સલમાન ખાનનો આ પહેલીવાર યાદીમાં સમાવેશ થયો છે. એ પછી ૨૫૦૦ કરોડ રૃપિયાની કમાણી કરનાર હ્ય્િતિક રોશનનો નંબર આવે છે.
જો કે, આ વર્ષે હુરૃન ઇન્ડિયા રિચ લિસ્ટમાંથી ૧૮૮૦ કરોડ રૃપિયાની કમાણી કરનારા કરણ જોહર અને ૭૭૯૦ કરોડની કમાણી કરનારી જુહી ચાવલાની બાદબાકી થઇ ગઇ છે. નિર્માતાઓમાં નરેશ મલ્હોત્રા ૧૬૦૦૦ કરોડ રૃપિયાની કમાણી સાથે પહેલાં નંબરે છે. તે રણબીર કપૂરની રામાયણ ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાના પિતા છે. તેમની સાથે લિસ્ટમાં ભૂષણ કુમાર, રોની સ્ક્રૂવાલા અને કલાનિધિ મરાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.




