15 વર્ષથી ભારતમાં ગેરકાયદેસર રોકાણ, અંધેરીમાંથી સાત બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ

ગુપ્તચર
એજન્સીના નેતૃત્વમાં મુંબઈ પોલીસનું સર્ચ ઓપરેશન અને એક્શન
મુંબઈ -
મુંબઈ પોલીસે
એમઆઈડીસી પોલીસના આતંકવાદ વિરોધી સેલ દ્વારા હાથ ધરવામાં આવેલા ગુપ્તચર અહેવાલ
મુજબના ઓપરેશન દરમિયાન અંધેરીમાંથી સાત બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. આ
જૂથ લગભગ ૧૫ વર્ષથી ભારતમાં ગેરકાયદેસર
રીતે રહેતો હોવાનો આરોપ છે.તેમનો ભારતમાં પ્રવેશ, સંપર્કો
અને સંભવિત સપોર્ટ નેટવર્કની તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ
શનિવારે જણાવ્યું હતું.
અંધેરીમાં એમઆઈડીસી પોલીસે ચોક્કસ ગુપ્ત
માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા લોકો ગેરકાયદેસર રીતે ભારતમાં
ઘૂસ્યા હતા અને છેલ્લા દોઢ દાયકાથી મુંબઈમાં રહેતા હતા. તેઓ પોલીસ તપાસથી બચી
રહ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે એમઆઈડીસી પોલીસના
એન્ટી-ટેરરિઝમ સેલને માહિતી મળી હતી કે વિદેશી નાગરિકોનું એક જૂથ રોજગારની શોધમાં
આ વિસ્તારમાં આવી રહ્યું છે.આ માહિતીના આધારે અધિકારીઓએ છટકું ગોઠવ્યું અને
શંકાસ્પદોને અટકાવ્યા હતા.
આ ધરપકડ કરાયેલા જૂથમાં ચાર પુરુષો, બે મહિલાઓ અને એક સગીર
છોકરો છે. અધિકારીઓએ તેમની પૃભૂમિ,
હિલચાલ અને સંપર્કોની વિગતવાર તપાસ શરૃ કરી હતી.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન તપાસકર્તાઓને જાણવા
મળ્યું કે આરોપી ટેલિફોન વાતચીત દ્વારા બાંગ્લાદેશમાં સંબંધીઓ અને સહયોગીઓ સાથે
સંપર્કમાં રહ્યા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાં
પ્રવેશવામાં, રહેઠાણ મેળવવામાં અથવા વર્ષોથી રોજગાર મેળવવામાં આ જૂથને મદદ કરનાર કોઈપણ
વ્યક્તિની ઓળખ કરવા માટે વધુ પૂછપરછ ચાલી રહી છે.
મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં રહેતા
બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ દ્વારા રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
તે દરમિયાન આ ધરપકડ કરવામાં આવી છે.
ફેબ્આરીની શરૃઆતમાં મુંબઈમાં વર્સોવા પોલીસે
આવી જ એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ અધિકારીઓએ અંધેરી પશ્ચિમના યારી રોડ
વિસ્તારમાંથી ૨૫ બાંગ્લાદેશી નાગરિકોની કાયદેસર પરવાનગી વિના ભારતમાં રહેવાના
આરોપમાં ધરપકડ કરી હતી.




