Mumbai

નરિમન પોઈન્ટના દરિયામાંથી સી- પ્લેન ઉડ્ડયન કરશે

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
દક્ષિણ મુંબઈના નરિમન પોઈન્ટ પર આવનારા દિવસોમાં સી-પ્લેન ઉડ્ડયન કરશે. અહીં 35 હજાર ચોરસ મીટર દરિયામાં ભરણી કરીને મરીના પ્રોજેક્ટ આકાર લેશે. આ મરીના પર 80 બોટ પાર્ક કરી શકાશે. અહીં તરતી 7 સ્ટાર હોટેલ, રેસ્ટોરાં, શોપિંગ સેન્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. પર્યાવરણ મંત્રાલયની મંજૂરી બાદ આ પ્રોજેક્ટ સાકાર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નરિમન પોઈન્ટના દરિયામાંથી સી- પ્લેન ઉડ્ડયન કરશે

દરિયામાં ૩૫ હજાર ચોરસ મીટર ભરણી કરાશે

દરિયામાં તરતી સેવનસ્ટાર હોટેલઃ    ે મરીના પરથી સ્પીડ બોટ છોડવામાં આવશે, ૮૦ બોટ ઊભી રાખી શકાશે

મુંબઈ - દક્ષિણ મુંબઈના નરિમન પોઈન્ટના દરિયામાંથી આવનારા દિવસોમાં સી- પ્લેન ઉડ્ડયન કરશે. દુનિયાના મહત્ત્વના શહેરોની જેમ નરિમાન પોઈન્ટ પર રચાનારા મરીના પ્રોજેક્ટમાં સી- પ્લેનના ઉતરાણ અને ઉડ્ડયનની પણ સુવિધા આપવામાં આવનાર છે.

મહારાષ્ટ્રના કોસ્ટલ ઝોન ઓથોરિટી તરફથી આ પ્રસ્તાવ કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયને મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે.

મુંબઈ પોર્ટ ઓથોરિટીએ મુંબઈના પૂર્વીય કિનારા વિસ્તારમાં મરીના પ્રોજેક્ટ રચવા માટેના તૈયારી આ પહેલા જ શરૃ કરી દીધી છે. હવે કોન્ટ્રેક્ટર નિયુક્ત કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.

નરિમન પોઈન્ટ પર એનસીપીએ સામેના દરિયામાં મરીના પ્રોજેક્ટ આકાર લેશે. નરિમાન પોઈન્ટની સામે ઊંડા દરિયામાં તરતી હોટેલ ઊભી કરવામાં આવશે. આ હોટેલ પર પહોંચવા માટે મરીના પરથી સ્પીડ બોટ છોડવામાં આવશે. આ મરીના પર ૮૦ બોટ ઊભી રાખી શકાશે. આ બોટના પાર્કિંગ એરિયામાં સી- પ્લેન પણ ઉતરાણ કરી શકશે.

આ પ્રોજેક્ટ માટે દરિયામાં ૩૫ હજાર ચોરસ મીટર વિસ્તારમાં ભરણી કરવામાં આવશે. આને માટે કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયની મંજૂરી આવશ્યક છે.

મરીનામાં ૮૦ બોટ અને યોટ પાર્કિંગની સુવિધા હશે. ઉપરાંત રેસ્ટોરાં, કેફે, બેન્કવેટ, યોક ક્લબ, હેલિપેડ, આર્ટ ગેલેરી, શોપિંગ સેન્ટર જેવી સુવિધા ઉભી કરવામાં આવશે. ઉપરાંત પરદેશી મહેમાનો, પર્યટકો, જહાજ પર ફરજ બજાવતા સીફેસર્સ, કર્મચારીઓને રહેવા માટેની રૃમો ધરાવતી આઠ માળની આલીશાન ઈમારત બાંધવામાં આવશે. દરિયાની તરતી સેવનસ્ટાર હોટેલમાં ૫૩૦ રૃમની સગવડ હશે તેમજ થિયેટરમાં ૧૫૩૦ જણ બેસી શકશે.