સલમાન ખાને બાન્દ્રામાં ૭૫૮ ફૂટનો ફલેટ સાડા ત્રણ કરોડમાં વેચી દઇ નફો ગાંઠે બાધ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સલમાને ૨૦૨૫માં આ ફલેટ૨.૮૮ કરોડમાં ખરીદેલોે
ફલેટ ખરીદનાર દાંડાવાલા પરિવારે ૨૧ લાખ રૃપિયા સ્ટેમ્પ ડયુટી અને ૩૦,૦૦૦ રજિસ્ટ્રેશન ફી ભરી
મુંબઇ - સલમાન ખાને બાન્દ્રા વેસ્ટમાં આવેલી પોતાની એક રહેણાંક પ્રોપર્ટી સાડા ત્રણ કરોડ રૃપિયામાં વેચી મારી છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના દસ્તાવેજો અનુસાર આ સોદાનું રજિસ્ટ્રેશન નવ જુલાઇ ૨૦૨૬ના રોજ થયું હતું.
સલમાનખાને ૭૫૮ ચોરસ ફૂટનો કારપેટ એરિયા ધરાવતો આ ફલેટ ૨૦૧૫માં ૨.૮૮ કરોડમાં ખરીદ્યો હતો. બે કાર પાર્કિંગ ધરાવતો આ ફલેટ મુનિરા અકબરઅલી દાંડાવાલા તથા દાંડાવાલા પરિવારના અન્ય બે સભ્યોએ મળીને ખરીદ્યો હતો. આ સોદા અનુસાર બાન્દ્રા પશ્ચિમમાં આવેલાં આ વિસ્તારમાં ચોરસફૂટનો ભાવ લગભગ ૪૬,૦૦૦ રૃપિયા થયો ગણાય.
ખરીદદારોએ સ્ટેમ્પ ડયુટી પેટે ૨૧ લાખ રૃપિયા અને ૩૦,૦૦૦ રૃપિયા રજિસ્ટ્રેશન ફી પેટે ચૂકવ્યા હતા. સલમાન ખાન કે નવા ખરીદારે આ મામલે કોઇ જાહેર નિવેદન કર્યું નથી. હાલ સલમાન તેના માતાપિતા સાથે બાન્દ્રા પશ્ચિમમાં જ બેન્ડ સ્ટેન્ડ પાસે આવેલાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. બાન્દ્રામાં જ બીજા બે મોટા સ્ટાર શાહરૃખખાન અને આમિરખાન પણ રહે છે.




