Mumbai

સૈફ અને વિદ્યા બાલન ૨૦ વર્ષ પછી સ્ક્રીન શેર કરશે

By GS Team
24 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈ: સૈફ અલી ખાન અને વિદ્યા બાલન 20 વર્ષ બાદ ફરી મોટા પડદે સાથે દેખાશે. રિતેશ બત્રાની ફિલ્મમાંથી પ્રિયંકા ચોપરા ખસી જતાં, હવે તેમાં વિદ્યા બાલનની એન્ટ્રી થઈ છે. અગાઉ તેમની 'પરિણિતા' હિટ રહી હતી. છેલ્લે 2017માં 'એકલવ્ય'માં સાથે હતા. પ્રિયંકાની તારીખો ન મળતાં તેણે આ પ્રોજેક્ટ છોડ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સૈફ અને વિદ્યા બાલન ૨૦ વર્ષ પછી સ્ક્રીન શેર કરશે

સૈફની ફિલ્મમાં પ્રિયંકાને સ્થાને વિદ્યા

પરિણિતામાં બંનેની જોડી હતી, છેલ્લે ૨૦૧૭માં  એકલવ્ય ફિલ્મમાં સાથે દેખાયાં હતાં                                                                                                                                                         મુંબઇ -  સૈફ અલી ખાન અને વિદ્યા બાલન લગભગ ૨૦ વર્ષ પછી સ્ક્રીન શેર કરશે. રિતેશ બત્રાની પ્રિયંકા ચોપરાએ છોડેલી ફિલ્મમાં હવે વિદ્યા બાલન ગોઠવાઈ રહી હોવાનું જાણવા મળે છે.

સૈફ અને  વિદ્યાની ફિલ્મ 'પરિણિતા' સૌથી વધુ જાણીતી છે. તેમણે છેલ્લે ૨૦૧૭માં 'એકલવ્યઃ રોયલ ગાર્ડસ'માં સાથે કામ કર્યું હતું. આમ લગભગ બે દાયકા બાદ તેઓ ફરી સાથે આવી રહ્યાં છે.

પ્રિયંકા ચોપડાની ટીમે રિતેશ બાત્રાની ટીમ સાથે મળી પ્રિયંકાની તારીખોની આસપાસ શૂટિંગ ગોઠવવાના પ્રયાસો કરી જોયાં પણ તેમાં મેળ ન પડતાં પ્રિયંકાએ આખરે આ પ્રોજેક્ટ છોડી દેવો પડયો હતો. પ્રિયંકા જો આ ફિલ્મની હિરોઇન બની હોત તો તેની આ સૈફ અલી ખાન સાથે આ પહેલી ફિલ્મ બની હોત.