Mumbai

મહારાષ્ટ્રની સઈ જાધવ ટેરિટોરિયલ આર્મીની પહેલી મહિલા ઓફિસર બની

By GS TEAM
19 Dec 20251 min read
મહારાષ્ટ્રની સઈ જાધવ ટેરિટોરિયલ આર્મીની પહેલી મહિલા ઓફિસર બની

ઇન્ડિયન મિલિટરી એકડેમીની ૯૩ વર્ષની પરંપરા તોડી

લશ્કરના મેજરની પુત્રી સાઈના દાદા અને પરદાદા પણ સેનામાં હતા

મુંબઈ -  દહેરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકેડેમીમાંથી ટ્રેનિંગ મેળવી અત્યાર સુધી માત્ર પુરુષ અધિકારીઓ જ પાસ થતા હતા, આ ૯૩ વર્ષની પરંપરા તોડીને કોલ્હાપુરની સઈ જાધવે ટેરિટોરિયલ આર્મીની પહેલી મહિલા અધિકારી બનવાનું માન મેળવ્યું છે.

ઇન્ડિયન  મિલિટરી એકેડેમીમાંથી પ્રિ-કમિશનિંગ ટ્રેનિંગ મેળવી પાસ થયેલી સઈ જાધવની  સિદ્ધિ દેશભરની કન્યાઓ માટે પ્રેરણારૃપ બની રહેશે એમ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. 

ઇન્ડિયન  મિલિટરી એકેડેમીની ગયા અઠવાડિયે યોજાયેલી ૧૫૭માં તાલીમી અભ્યાસક્રમની પાસિંગ આઉટ પરેડમાં સઈ જાધવને લશ્કરમાં લેફ્ટેનન્ટનો દરજ્જો મળ્યો હતો. તેના પિતા સંદીપ જાધવ અત્યારે ટેરિટોરિયલ આર્મીમાં મેજરના પદ પર ફરજ બજાવી રહ્યા છે. સાઈ જાધવને અત્યારે ઉત્તરાખંડના પીથોરાગઢમાં કુમાઉ રેજિમેન્ટની ૧૩૦ ઇન્ફન્ટ્રી બટાલિયનમાં ઓફિસર તરીકે સ્થાન મળ્યું છે. સઈ પરદાદા બ્રિટિશ આર્મીમાં હતા, દાદાએ ભારતીય સેનામાં ફરજ બજાવી હતી અને પિતા મેજર સંદીપ જાધવ અત્યારે લશ્કરમાં સક્રિય છે.