સાહિલના માતાપિતાની ભૂખ હડતાલ, આઈઆઈટીની સેમેસ્ટર પરીક્ષા મુલત્વી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાહુલ ગાંધીએ સાહિલના માતાપિતા સાથે વાત કરી ટેકો જાહેર કર્યો
દેખાવો કરી રહેલા કોંગ્રેસના સાંસદ, એનએસયુઆઈ કાર્યકરોની ધરપકડ, આઈઆઈટી બોમ્બેએ ફરી માફી માંગી
મુંબઈ - ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેના માતા-પિતાએ તેમના પુત્રની આત્મહત્યા માટે જવાબદાર સામે કાર્યવાહીની માંગણી સાથે ભૂખ હડતાળ શરૃ કરી હતી. બીજીતરફ કેમ્પસમાં ગુરુવારે આત્મહત્યાના મામલામાં વિરોધ પ્રદર્શનો અને પરિવારને સહાનુભૂતિ વ્યક્ત કરવા એકઠા થયેલા કોંગ્રેસના સાંસદ વર્ષા ગાયકવાડ, તેમના પક્ષના અનેક કાર્યકર્તા અને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ) કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. દરમિયાન વિદ્યાર્થી સાહિલ વાકોડેની કથિત આત્મહત્યા બાદ વિરોધ વચ્ચે આઈઆઈટી બોમ્બેએ ૨૬-૨૭ સપ્ટેમ્બરના રોજ યોજાનારી મિડ-સેમેસ્ટર પરીક્ષાઓ ૧૦-૧૧ ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે, એમ એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.
સાહિલના પિતા રવિન્દ્રએ જણાવ્યું હતું કે તેઓ મુંબઈમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને મળવા જઈ રહ્યા હતા પરંતુ ભાંડુપ વિસ્તારમાં પોલીસે તેમને અટકાવ્યા હતા. તેમણે આઈઆઈટી ગેટ સામે જ ભૂખ હડતાલ માટે આગ્રહ સેવ્યો હતો પરંતુ પોલીસે તે માટે પરવાનગી આપી ન હતી અને તેમની અટકાયત કરી હતી. બાદમાં તેમણે આઝાદ મેદાનમાં ભૂખ હડતાલ શરુ કરી હતી.
આ દંપતીએ અગાઉ શહેરમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષને મળ્યા હતા અને પુત્રના મૃત્યુની ઝડપી તપાસની માંગણી કરતું એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાહિલના માતા-પિતા સાથે વાત કરી હતી અને તેમને તેમના પુત્ર માટે ન્યાય મેળવવાની લડાઈમાં તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. વાકોડેના માતા-પિતા વાશિમ જિલ્લામાંથી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે ગાંધીએ તેમને વીડિયો કોલ કર્યો હતો. .
લગભગ ૧૭ મિનિટ ચાલેલા આ ફોન કોલમાં ગાંધીએ સાહિલના માતાપિતાને ખાતરી આપી કે તેઓ તેમની સાથે છે અને તેમને તમામ મદદનું આશ્વાસન આપ્યું હતું.
યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ છિબે સાહિલના મૃત્યુના સંદર્ભમાં આઈઆઈટી બોમ્બેના ડિરેક્ટર અને અન્ય પ્રોફેસરની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. તેમજ આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી.
ગાયકવાડે શાસક સંસ્થા પર શિક્ષણ પ્રણાલીને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો અને સાહિલના મૃત્યુને સંસ્થાકીય હત્યા ગણાવી હતી. વિદ્યાર્થીના મૃત્યુની આસપાસના સંજોગોની વ્યાપક તપાસની માંગ કરી હતી.
વર્ષા ગાયકવાડ અન્ય કોંગ્રેસ કાર્યકરો અને પાર્ટીની વિદ્યાર્થી પાંખ, નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયાના સભ્યો ગુરુવારે સંસ્થાના પવઈ કેમ્પસની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે ભેગા થયા હતા. જોકે, તે પહેલાં જ તેમની પોલીસે અટકાયત કરી હતી.
પોલીસે કોંગ્રેસ કાર્યકરોનો સંસ્થાના પવઈ કેમ્પસની બહાર વિરોધ પ્રદર્શન શરૃ થાય તે પહેલાં જ અટકાયત કરી લીધી હતી. બાદમાં ગાયકવાડ ઘટનાસ્થળે આવ્યા ત્યારે તેમને પણ કસ્ટડીમાં લઈ લીધા હતા.
ગુરુવારે એક્સ પરની એક પોસ્ટમાં આઈઆઈટી બોમ્બેએ કહ્યું ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ની અગાઉની પોસ્ટ ફરીથી શેર કરી રહ્યા છીએ, સાહિલના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુની આસપાસના સંજોગો અંગેના અમારા અગાઉના સંદેશાવ્યવહારમાં સમાવિષ્ટ નિવેદનો માટે અમે માફી માંગીએ છીએ.




