Mumbai

રુકમણી વસંત નો સ્વિમિંગ પૂલનો બીકિની પહેરેલી તસવીર વાયરલ

By GS Team
23 May 20261 min read
રુકમણી વસંત નો સ્વિમિંગ પૂલનો બીકિની પહેરેલી તસવીર વાયરલ

પોતાની આ ડીપફેક તસવીર બદલ અભિનેત્રીએ  કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી

મુંબઇ -  કાંતારા ચેપ્ટર વનની અભિનેત્રી રુકમણિ વસંત ડીપફેકનો શિકાર બની છે. શુક્વારે સાંજે ઓનલાઇન પ્લેટફોર્મસ પરની એક તસવીરમાં  તે એક સ્વીમિગ પુલ પાસે લીલા રંગની બીકિની પહેરેલી જોવા મળી હતી. ેસોશયલ મીડિયાના તેના પ્રશંસર્કોે તેનો આ વીડિયો તેની કોઇ ફિલ્મના શૂટિંગનો હિસ્સો હશે તેમ સમજ્યા હતા. પરંતુ હવે રુકમણી વસંતે આ  વાયરલ  વીડિયોને એઆઇ-જનરેટેડ  જણાવીને સખત આલોચના કરી છે. સાથેસાથે તેણે એક નિવેદનમાં કાનૂની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.

અભિનેત્રીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કર્યું હતું કે, હાલ જે કન્ટેટ સરક્યુલેટ થઇ રહી છે તેનાથી મને કોઇ લેવાદેવા નથી. મારી આ  તસવીરો એઆઇથી બનાવવામાં આવીને ઓનલાઇન શેર કરવામાં આવી છે. આ બાબતે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, આ તસવીરો સંપૂર્ણ રીતે નકલી અને મનગઢત છે. આ  રીતે કન્ટેટ બનાવવી ને શેર કરવી એ બેજવાદારી ભરેલુ ંકાર્ય  હોવાની સાથેસાથે પ્રાઇવસીનું ગંભીર ઉલ્લંઘન છે.

અભિનેત્રીની કાયદાકીય કાર્યવાહી કરવાની વાત પછી આ ડીપફેક તસવીરો અને વીડિયોઝ  સોશયલ મીડિયા પરથી દૂર કરવામાં આવ્યા હતા.