મિર્ઝાપુર ફિલ્મમાંથી ગીત હટાવો અને માફી માંગોઃ રેપરિયા બાલમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હવે એક્સલ એન્ટરટેઇનમેન્ટને પણ કાનુની નોટીસ
મહારાણા પ્રતાપનું ગીત ફિલ્મમાં વિલન માટે વપરાતાં અશોક માંડા ઉર્ફે રેપરિયા બાલમ વીફર્યાં
મુંબઈ - મૂળમાં નવી પેઢીને મહારાણા પ્રતાપની ગાથાથી પરિચિત કરવા બનાવવામાં આવેલાં શૂરવીર આલ્બમના એક ગીતને 'મિર્ઝાપુર' ફિલ્મમાં મુન્નાભૈયાના યશોગાન તરીકે વાપરવામાં આવતાં વીફરેલાં આ ગીતના ગાયક રેપરિયા બાલમ ઉર્ફે અશોક માંડાએ ફિલ્મના નિર્માતા એક્સલ એન્ટરટેઇનમેન્ટ સામે કાનુની પગલાં ભર્યા હોવાનો દાવો કરી ફિલ્મમાંથી આ ગીત હટાવી માફી માંગો તેવી માંગણી કરી હતી.
રેપરિયા બાલમે સોશ્યલ મિડિયા પર તેના ગીતની તફડંચી થઇ હોવાનો આરોપ મૂક્યો હતો. તેના પગલે ટ્રુપર રેકોર્ડસ દ્વારા નિવેદન જારી કરી જણાવવામાં આવ્યું હતું કે આ ગીત ફિલ્મ 'મિર્ઝાપુર'માં વાપરવાની સત્તાવાર પરવાનગી ટ્રુપર રેકોર્ડસ દ્વારા એક્સલ એન્ટરટેઇનમેન્ટને આપવામાં આવી છે. જો કે, એ પછી રેપરિયા બાલમના ભાઇ અને પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે ટ્રુપર રેકોર્ડસ સાથે પાર્ટનરશિપની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ શૂરવીર સિરિઝના નવ-દસ ગીત બનાવીને અમારી પોતાની ચેનલ પર મુકવામાં આવ્યા હતા. આ ગીતના કોપીરાઇટ અશોક માંડાના નામે છે. અમારી પાસે લેખકની પણ એનઓસી છે.આ ગીત ટ્રુપર રેકોર્ડસની ચેનલ પર છે પણ તેના કોપીરાઇટ અમારી પાસે છે. જો તેને ફિલ્મમાં વાપરવું હોય તો તેમણે અમારી મંજૂરી લેવી જોઇતી હતી. તેઓ તેને વાપરવાનું લાઇસન્સ આપી શકે નહીં. 'મિર્ઝાપુર' ફિલ્મના મેકર્સે લાઇસન્સ મળ્યું તે પહેલાં દસ્તાવેજો ચકાસવા જોઇતાં હતા. એક્સલ એન્ટરટેઇનમેન્ટની ભૂલ એ છે કે તેમણે મહારાણા પ્રતાપને સમર્પિત કરવામાં આવેલું ગીત ગુંડા માટે વાપર્યું છે. અમે આ ગીત વાપરવાની કોઇપણ કિંમતે મંજૂરી આપીશું નહીં.
આ ગીતને ફિલ્મમાં વાપરવા સામે રેપરિયા બાલમ કેમ વિરોધ કરી રહ્યા છે તેના જવાબમાં તેમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડ્રગ્સ લેતાં મુન્નાભૈયાના પાત્રને દર્શાવતી વખતે આ ગીત બેકગ્રાઉન્ડમાં વાગે છે. આ રાજસ્થાનની સંસ્કૃતિ અને મહારાણા પ્રતાપનું અપમાન છે. ફિલ્મમેકર્સે માફી માંગી આ ગીતને ફિલ્મમાંથી દૂર કરે એવી અમારી માંગણી છે.




