Mumbai

ડોન થ્રીના વિવાદમાં હવે રણવીરના પિતા પણ મેદાનમાં

By GS Team
18 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં 'ડોન 3' ફિલ્મ છોડવાને કારણે રણવીર સિંહ પર 45 કરોડ રૂપિયાના નુકસાનનો દાવો થયો છે. આ મામલે રણવીરના પિતા જગજીત સિંહ ભવનાની, ઇમ્પાના સભ્યોને આ અઠવાડિયે મળશે. અગાઉ ફેડરેશને રણવીર પર પ્રતિબંધ મૂક્યો હતો, જે પાછળથી હટાવી લેવાયો હતો. હવે બધાની નજર આ નાણાકીય ગૂંચવણના ઉકેલ પર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડોન થ્રીના વિવાદમાં  હવે રણવીરના પિતા પણ મેદાનમાં

 ઈમ્પાના સદસ્યો સાથે મીટિંગ કરશે

અગાઉ ફિલ્મ સંગઠનોનાં ફેડરેશને રણવીર પર પ્રતિબંધ મૂક્યા બાદ પાછો ખેંચ્યો હતો                                      

મુંબઈ -  રણવીર સિંહે ે ફરહાન અખ્તર નિર્દેશિત 'ડોન થ્રી' ફિલ્મ છેલ્લી ઘડીએ છોડી દેતાં ફિલ્મના નિર્માતાએ ૪૫ કરોડ રૃપિયાની નુકશાની રણવીરસિંહ પાસે માંગી હતી. હવે રણવીરસિંહના પિતા જગજિતસિંહ ભવનાની આ નાણાંકીય ગુંચ ઉકેલવા માટે સિને સંગઠન ઇમ્પાના સભ્યોને આ અઠવાડિયે મળવાના છે તેમ ઇમ્પાના પ્રમુખ અભયસિંહાએ જણાવ્યું હતું.

'ડોન થ્ર'ીનો વિવાદ ચગતાં ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોયીઝ-એફડબલ્યુઆઇસીઇ- દ્વારા રણવીર સિંહ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, જુન મહિનામાં ફેડરેશને તેનો અસહકારનો આદેશ પાછો ખેંચી લીધો હતો પણ 'ડોન થ્રી'ના નિર્માતાઓ અને એક્ટર વચ્ચે પડેલી ૪૫ કરોડ રૃપિયાની નુકસાનીની ગુંચ હજી ઉકલી નથી.

દરમ્યાન રણવીર સિંહે તેના વકીલો મારફતે એફડબલ્યુઆઇસીઇને આ મામલાથી દૂર રહેવા  જણાવતાં કહ્યું હતું કે  કે આ બાબત તેના કાર્યક્ષેત્રમાં આવતી નથી. પરંતુ સંગઠનના પ્રમુખે જણાવ્યું હતું કે એકવાર રણવીરના પિતા એસોસિએશનને મળે તે પછી અમે આગામી પગલાં શું ભરવા તે નક્કી કરીશું. બધાંની નજર હવે ૪૫ કરોડ રૃપિયાના મામલે શું થાય છે તેની પર છે.