Mumbai
કાંતારા વિવાદમાં રણવીર નવેસરથી માફીનામું આપશે
By GS Team
10 Apr 20261 min read

રણવીરે કર્ણાટક હાઈકોર્ટને બાંહેધરી આપી
રણવીરનાં અગાઉનાં માફીનામાંમાં જરા પણ ગંભીરતા નહિ હોવાનું ખુદ કોર્ટે નોંધ્યું
મુંબઇ - રણવીર સિંહે 'કાંતારા ચેપ્ટર વન'માં ઋષભ શેટ્ટીની એક્ટિંગની પ્રશંસા કરવાના પ્રયાસમાં દેવીની મિમિક્રી કરી હોવાના વિવાદમાં ફરી નવેસરથી માફીનામું લખી ાપવાની બાંહેધરી કર્ણાટક હાઈકોર્ટને આપી છે.
રણવીરે અગાઉ પણ હાઈકોર્ટમાં માફીનામું આપ્યું હતું. પરંતુ, ખુદ કોર્ટે નોંધ્યું હતું કે તેમાં કોઈ પ્રકારની ગંભીરતા હોય તેવું જણાતું ન હતું. રણવીરે તેમાં જણાવ્યું હતું કે પોતે સિંધી માહોલમાં ઉછર્યો હોવાથી આ દેવી બાબતે ધાર્મિક લાગણીઓનો તેને ખ્યાલ ન હતો.
હવે રણવીરે હાઈકોર્ટને કહ્યું છે કે તે તા. ૨૩મી એપ્રિલે નવું માફીનામું રજૂ કરશે. જેમાં અદાલત તથા અરજદારને સંતોષ થાય તેવા શબ્દોનો પ્રયોગ કરાશે.




