Mumbai

રણવીર સિંહે બે કરોડની બીએમડબલ્યુઆઇ૭ કાર ખરીદી

By GS Team
12 Oct 20261 min read
TukuTouch Logo
રણવીર સિંહે પોતાની બીજી ઈવી, BMW i7 લક્ઝરી સિડાન, રૂ. 2 કરોડમાં ખરીદી છે. મુંબઈમાં શોરૂમમાંથી ડિલિવરી લીધા બાદ, રણવીર પોતે કાર ચલાવતો જોવા મળ્યો હતો. GMC હમર EV પછી આ તેની બીજી ઇલેક્ટ્રિક કાર છે. રણવીરના લક્ઝરી કાર કલેક્શનમાં Lamborghini Urus, Mercedes-Maybach GLS 600 જેવી ગાડીઓ પણ સામેલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રણવીર સિંહે બે કરોડની બીએમડબલ્યુઆઇ૭ કાર ખરીદી

રણવીરસિંહે જીએમસી હમર બાદ બીજી ઇવી ખરીદી

શો રુમમાંથી ડિલિવરી બાદ જાતે મુંબઈના રોડ પર ચલાવતો જોવા મળ્યો                                                                                                                              

મુંબઇ -  રણવીરસિંહે તેના ઘરે બીજી પુત્રીના જન્મ બાદ બે કરોડ રૃપિયાની કિંમતની બીએમડબલ્યુ આઇસેવન લક્ઝરી સિડાન કાર ખરીદી છે. શોરૃમમાંથી ડિલિવરી લઇ રણવીરસિંહ જાતે મુંબઇના રોડ પર કાર ચલાવતો જોવા મળ્યો હતો.

રણવીરસિંહ આ પહેલાં જીએમસી હમર ઇવી ખરીદી હતી. તેની આ બીજી ઇવી કાર છે. રણવીરસિંહના લકઝરી કારના કાફલામાં લોમ્બર્ર્ગિની ઉરૃસ, મસિડિઝ મેબાક જીએલએસ ૬૦૦, રેન્જ રોવર અને એસ્ટોન માર્ટિન રેપીડ એસનો સમાવેશ થાય છે.

બોલિવૂડના સ્ટાર્સમાં બીએમડબલ્યુ સિરિઝ ૭ લક્ઝરી સિડાન ઘણી લોકપ્રિય બની ચૂકી છે. બોલિવૂડમાં અજય દેવગણ, સોનમ કપૂર, જિતેન્દ્ર, રિતેશ દેશમુખ અને સોનુ સુદ આ પ્રિમિયમ કાર ધરાવે છે.