Mumbai

રણવીરસિંહ અને દિપિકાને ઘેર બીજીવાર પુત્રીનો જન્મ થયો

By GS Team
20 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈ: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે બીજી પુત્રીનો જન્મ થયો છે. દંપતીએ ઇન્સ્ટાગ્રામ પર 'વેલકમ બેબી ગર્લ' લખી આ સમાચાર જાહેર કર્યા. રસપ્રદ વાત એ છે કે, બંને વાર પુત્રીના જન્મ પહેલાં તેમણે સિદ્ધિવિનાયક ગણપતિના દર્શન કર્યા હતા. પહેલી પુત્રી દુઆનો જન્મ 8 સપ્ટેમ્બર 2024ના રોજ થયો હતો, જ્યારે બીજી પુત્રીનો જન્મ 19 સપ્ટેમ્બરે થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

રણવીરસિંહ અને દિપિકાને ઘેર બીજીવાર પુત્રીનો જન્મ થયો

ફરી એકવાર સિદ્ધિવિનાયકના દર્શન બાદ પુત્રીનો જન્મ

૬ સપ્ટે.દર્શન કર્યા અને ૮ સપ્ટે. ૨૦૨૪માં દુઆનો જન્મ, ૧૮ સપ્ટે.દર્શન અને ૧૯ સપ્ટે.બીજી પુત્રીનો જન્મ                                                                           

મુંબઇ -  દિપિકા પદુકોણ અને રણવીરસિંહના ઘરે બીજી પુત્રીનો જન્મ થયો છે. દિપિકા અને રણવીરે ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર જાહેર કર્યાં હતા. તેમણે તેમની પોસ્ટમાં વેલકમ બેબી ગર્લ લખી સમાચાર આપ્યા હતા. પહેલી પુત્રી દુઆનો જન્મ આઠ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ થયો હતો.

રસપ્રદ બાબત એ છે કે રણવીર અને દિપિકા બંને વાર માતાપિતા બન્યા તે પહેલાં ગણપતિબાપાના આશિર્વાદ લેતાં જણાયા છે. પહેલીવાર દુઆના જન્મ વખતે દિપિકા અને રણવીરે છ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સિદ્ધિવિનાયક ગણપતિના દર્શન કર્યાં હતા અને બે દિવસ બાદ આઠ સપ્ટેમ્બરે તેમની પહેલી પુત્રી દુઆનો જન્મ થયો હતો. આ વખતે પણ દિપિકા અને રણવીરે માતાપિતા જગજીતસિંહ ભવનાની અને અંજુ ભવનાની સાથે ૧૮ સપ્ટેમ્બરે સિદ્ધિવિનાયક ગણપતિના આશિર્વાદ મેળવ્યા અને ૧૯ સપ્ટેમ્બરે બીજી પુત્રીનો જન્મ થયો છે.આ પ્રસંગે ક્રિતી સેનન, સોનુ સુદ, સોનમ કપૂર આહુજા તથા અન્યોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

રણવીરસિંહે સત્તરમી સપ્ટેમ્બરે લાલબાગ ચા રાજાના દર્શન કરી એક હજાર કન્યાઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી. રણવીરસિંહે સેવા સંકલ્પ અભિયાન દ્વારા આ સંકલ્પ પાર પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.