Mumbai

બ્લિન્ક ઈટ, ઝેપ્ટો, સ્વીગી ઈન્સ્ટામાર્ટનાં ૮૬ સ્ટોર્સ પર દરોડા, વાંદા, ઉંદર, બેસુમાર ગંદકીનો પર્દાફાશ

By GS Team
15 Aug 20263 mins read
TukuTouch Logo
મુંબઈ અને પુણેમાં FDAની ટીમોએ બ્લિન્ક ઈટ, ઝેપ્ટો, સ્વીગી ઈન્સ્ટામાર્ટ સહિત 86 ક્વિક કોમર્સ ગોડાઉનો પર દરોડા પાડ્યા હતા. અહીં ગંદકી, વાંદા-ઉંદરનો ઉપદ્રવ, એક્સપાયરી માલ અને કોલ્ડ ચેઈનના અભાવ જેવી ગંભીર ખામીઓ મળી આવી હતી. પરિણામે, 14 એકમોના ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરાયા અને 60ને નોટિસ ફટકારવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્લિન્ક ઈટ, ઝેપ્ટો, સ્વીગી  ઈન્સ્ટામાર્ટનાં ૮૬ સ્ટોર્સ  પર દરોડા, વાંદા, ઉંદર, બેસુમાર ગંદકીનો પર્દાફાશ

એફડીએની ટીમો ત્રાટકી ૧૪ એકમોનાં લાસસન્સ  સસ્પેન્ડ, ૬૦ને નોટિસ

લોકો ૧૦ મિનિટમાં ડિલિવરીની લ્હાયમાં જ્યાંથી કરિયાણું, શાક,  ડેરી પ્રોડક્ટસ મગાવે છે તે કંપનીઓના સ્ટાર્સમાં ફૂડ સેફ્ટીના નિયમોના લીરેલીરા,  સડેલાં શાકભાજી, એક્સપાયરી ડેટની ચીજો, ઠંડકના અભાવ સહિતની ગેરરીતીઓ મળી

મુંબઈ -  ફક્ત ૧૦ મિનિટમાં ંઘર આંગણે ડિલિવરી આપતી ક્વિક કોમર્સ કંપનીઓ બ્લિન્ક ઈટ, ઝેપ્ટો તથા સ્વીગી ઈન્સ્ટામાર્ટનાં મુંબઈ તથા પુણેના ગોડાઉનો સહિત ૮૬ સ્થળોએ એફડીએની ટીમો ત્રાટકી હતી. આ એકમો ખાતે  ગંદકી, વાંદા અને ઉંદર  સહિતની જીવાતોનો ઉપદ્રવ, એક્સપાયરી ડેટના માલસામાન તથા કોલ્ડ ચેઈનની જાળવણી નહીં કરવા જેવા નિયમભંગ જણાતાં  બ્લિન્ક ઈટના પાંચ, ઝેપ્ટોનાં  પાંચ, ઈન્સ્ટામાર્ટના બે, ભગતવી સ્ટોરના સાત તથા સ્વિઈન્સ્ટા એન્ટ પ્રાના એક એમ કુલ ૧૪નાં ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરાયાં હતાં. ૬૦ એકમોને સુધારણા નોટિસ અપાઈ હતી.

  તપાસ દરમિયાન કેટલાક ગોડાઉનોમાં કોકરોચ, ઉંદર અને ગરોળીનો ઉપદ્રવ, સડેલી શાકભાજી, મુદત પૂરી થઈ ગયેલા ખાદ્યપદાર્થો, ગંદા પાણી અને અયોગ્ય સ્વચ્છતા જેવી ગંભીર ખામીઓ મળી આવી હતી. એટલું જ નહીં, ખાદ્યપદાર્થો સંભાળતા કર્મચારીઓની તબીબી તપાસના પ્રમાણપત્રો તેમજ પાણીના પરીક્ષણના અહેવાલો પણ ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું હતું

 બ્લિન્ક ઈટ ઘાટકોપરના સ્ટોરમાં ૭૪માંથી ૩૪ એટલે કે ૩૬ જ  માપદંડ પૂરા થતા હોવાનું જણાયું હતું.  સ્ટોરેજ રેક બહુ ગંદી હતી. ફૂડ અને નોન ફૂડ આઈટમોને અલગ અલગ રખાઈ ન હતી. સડેલાં ંશાકભાજી સંઘરવામાં આવ્યા હતા  અને ઠેર ઠેર વાંદા  ફરતા હતા. સીલિંગ અને ફલોરિંગ ડેમેજ્ડ જણાયાં હતા ંજ્યારે પીવાના પાણીના નમૂના પણ ફેઈલ ગયા હતા.

  અંધેરીના રાજીડી રિટેલ ખાતે અયોગ્ય તાપમાનમાં સંગ્રહિત મુદત પૂરી થયેલું ઝોરાબિયન ચિકન મળી આવ્યું હતું. એફડીએ દ્વારા આ ખાદ્યપદાર્થનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, ઘાટકોપરના  બ્લિન્ક ઈટ ગોડાઉનમાં સડેલી શાકભાજી મળી આવી હતી.

 બાંદરા રાજીડી રિટેલ ખાતે ઉંદરની લીંડી અને ગરોળી મળી આવી હતી.  અહીં પણ ગંદકી, ફૂડ તથા નોન ફૂડ અલગ અલગ રાખવા તથા હેન્ડલર્સના મેડિકલ રેકોર્ડ સહિતના નિયમોો ભંગ જણાયો હતો. જ્યારે પુણેના વારજે વિસ્તારમાં સ્વિગી ઇન્સ્ટામાર્ટના કેન્દ્ર તેમજ મુંબઈના કેટલાક ગોડાઉનમાં  વાંદાનો  ઉપદ્રવ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે  રાજીડી રિટેલ કેટલાંક સ્થળે સ્વીગી ઈન્સ્ટામાર્ટ માટે બેકએન્ડ ગોડાઊન સહિતની કામગીરી સંભાળે છે.

મલાડના  બ્લિન્ક ઈટના સ્ટોરમાં નિયત  ટેમ્પરેચર, ગંદકી, હેન્ડલર્સના  મેડિકલ રેકોર્ડ બાબતે નિયમભંગ જણાયો હતો.

 અંધેરી અને મુલુંડના ઝેપ્ટો તથા માલાડ અને ઘાટકોપરના બ્લિંકિટ કેન્દ્રોમાં ફ્રોઝન અને ડેરી ઉત્પાદનો માટે જરૃરી ૦થી ૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવવામાં આવતું ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સલામતી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતી કોલ્ડ ચેઇનમાં આવી બેદરકારી અંગે એફડીએએ ગંભીર નોંધ લીધી છે.

સાતારા જિલ્લાના કરાડ ખાતેના બ્લિંકિટ કેન્દ્રમાં ૧૨૫ ડિલિવરી રાઇડરો પાસે તબીબી પ્રમાણપત્રો અને ઓળખપત્રો ઉપલબ્ધ ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પરિણામે અહીંની દ્વિચક્રી પર ડિલિવરી કામગીરી તાત્કાલિક બંધ કરાવવામાં આવી હતી.

મલાડમાં   બ્લિંક ઈટના રૃમનું તાપમાન વધુ હોવું, ૪૦ કર્મચારીઓની તબીબી તપાસ ન કરાવવી અને અસ્વચ્છતા જેવી ખામીઓને પગલે પરવાનો સ્થગિત કરાયો હતો. લોહેગાંવ, પુણેમાં ઝેપ્ટો મુદત પૂરી થયેલા ખાદ્યપદાર્થોનો સંગ્રહ તથા કોલ્ડ ચેઇનમાં ખામી મળતાં પરવાનો  સ્થગિત કરાયો હતો.

પુણેના વારજેમાં સ્વિગી ઇન્સ્ટામા કોકરોચનો ઉપદ્રવ અને  ગંદકી જણાતાં પરવાનો  સસ્પેન્ડ કરાયો હતો.  અંધેરી, બાંદ્રા, મુલુંડ અને જોગેશ્વરી ખાતે  ઝેપ્ટો, ઇન્સ્ટામાર્ટ તથા ભગવતી સ્ટોર્સમાં અસ્વચ્છતા, કચરાના યોગ્ય નિકાલ તથા એફએસએસએઆઈ પરવાનો પ્રદશત ન કરવા સહિતની ખામીઓ બદલ કાયદેસરની સુધારણા નોટિસો ફટકારવામાં આવી.

 ઝડપી ડિલિવરીની સ્પર્ધામાં ગ્રાહકો સુધી ખાદ્યપદાર્થો ઝડપથી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવે છે, પરંતુ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના મૂળભૂત નિયમોની અવગણના ગ્રાહકોના આરોગ્ય સાથે સીધી રીતે જોડાયેલો ગંભીર મુદ્દો છે. એફડીએની આ કાર્યવાહીએ ક્વિક કોમર્સ ક્ષેત્રમાં ખાદ્ય સુરક્ષાના ધોરણો અંગે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.