મુંબઈના જુહૂમાં ૭૧૧ કરોડમાં આખેઆખાં ટાવરની ખરીદી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દેશનો સૌથી મોટો સિંગલ રેસિડેન્શિયલ સોદોે
દિનેશ ઠક્કરે ફલેટ લેવાને બદલે રેરા કાર્પેટ પ્રમાણે ચોરસ ફૂટના ૧.૧૩ લાખના ભાવે આખું ટાવર લીધું
મુંબઈ - મુંબઈમાં સિંગલ ફલેટ કે ડુપ્લેક્સ અથવા તો ચાર ફલેટ સામટા ખરીદાય તેવા ક્વાડ પ્લેક્સના પણ અનેક સોદા થાય છે પરંતુ જુહૂ વિસ્તારમાં એક વિશિષ્ટ સોદામાં સ્ટોક બ્રોકિંગ કંપની એંજલ વનના માલિક દિનેશ ઠક્કરે એક આખેઆખું ટાવર ૭૧૧ કરોડ રુપિયામાં ખરીદી લેતાં આ સોદો ચર્ચાનો વિષય બન્યો છે.
કોઈ એક રેસિડેન્શિયલ યુનિટનો દેશનો આ સૌથી મોટો પ્રોપર્ટી સોદો હોવાનો દાવો થઈ રહ્યો છે. જુહૂ વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ સેવન ફલોરનું આ ટાવર છે. તેનો રેરા કાર્પેટ એરિયા ૬૩ હજાર ચોરસ ફૂટ છે. રેરા કાર્પેટ પ્રમાણે ચોરસ ફૂટ દીઠ ૧.૧૩ લાખ રુપિયાના ભાવે સોદો થયો છે. દિનેશ ઠક્કરે આ ટાવરને 'એન્જલસ' નામ અપાશે તેમ જાહેર કર્યુું છે.
આ ટાવર આવેલું છે એ જુહૂ તારા રોડ મુંબઈના સૌથી પ્રિમિયમ લોકેશનમાંનું એક ગણાય છે. અહીંથી નજીકમાં જ અનેક ફિલ્મ સ્ટાર્સના બંગલા છે.
બે એકરમાં પથરાયેલા આ પ્રોજેક્ટમાંકુલ પાંચ ટાવર બનવાના છે અને દરેક ટાવરમાં એક ફલોર પર એક જ ફલેટ હશે. કેટલાક ફલેટ સી ફેસિંગ હશે જ્યારે કેટલાક સિટી વ્યૂ ધરાવતા હશે. એક દાવા પ્રમાણે આ સમગ્ર પ્રોજેક્ટની અંદાજિત ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ ૩૦૦૦ કરોડ રુપિયાની છે.




