Mumbai

નાશિક- અમદાવાદ હાઈવે પર ખાનગી બસને અકસ્માતઃ વડોદરાના બેનાં મોત

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
નાશિક-અમદાવાદ રોડ પર કરંજલી નજીક સાવલઘાટ પાસે ખાનગી ટ્રાવેલ બસનો અકસ્માત સર્જાયો હતો. ધુમ્મસને કારણે ડ્રાઇવરે કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 2 મુસાફરોના મોત થયા હતા, જેમાં વડોદરાના રાહુલ ઓઝા અને મહેન્દ્ર પાલનો સમાવેશ થાય છે. અમદાવાદના યશ દેસાઈ અને આરતી દેસાઈ સહિત 6 લોકો ઘાયલ થયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાશિક- અમદાવાદ હાઈવે પર  ખાનગી બસને અકસ્માતઃ વડોદરાના બેનાં મોત

ઘાયલોમાં અમદાવાદના રહીશોનો સમાવેશ

સાવલઘાટ પાસે વળાંક લેતી વખતે ધુમ્મસના કારણે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો

મુંબઈ  -  મહારાષ્ટ્રના નાશિકના કરંજલી નજીક સાવલઘાટ વિસ્તારમાં નાશિક- અમદાવાદ રોડ પર એક ખાનગી ટ્રાવેલ બસનો અકસ્માત સર્જાતા બે મુસાફરોના મોત નીપજ્યા હતા. તો છ અન્ય લોકો ઘાયલ થયા હતા. ઘાટ વિસ્તારમાં ધુમ્મસને કારણે વાતાવરણ ધૂંધળું હોવાથી   ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હોવાનો અંદાજ છે. મૃતકો અને ઘાયલો નાશિક, વડોદરા, અમદાવાદ અને તમિલનાડુના ઇરોડના રહેવાસીઓ હોવાનું કહેવાય છે.

સ્થાનિક અધિકારીઓએ માહિતી આપી હતી કે અકસ્માતમાં સામેલ બસ નાશિકની ખાનગી ટ્રાવેલ કંપનીની હતી. અકસ્માત સમયે બસમાં લગભગ  પચ્ચીસ મુસાફરો સવાર હતા. આ બસ નાશિકથી અમદાવાદ જઈ રહી હતી. નાશિક- વલસાડ હાઇવેમાં નાશિક- પેઠ રોડનો સમાવેશ થાય છે. આમાં કરંજલી ઘાટ પર હાલમાં રસ્તાનું કામ ચાલી રહ્યું છે. રાત્રે આ વિસ્તારમાં ભારે ધુમ્મસ હતું.

દરમિયાન સાવલઘાટ પાસે પહોંચતા વળાંક સમયે   સ્પષ્ટ નહિ દેખાતાં વાહન ચાલકે બસ પરનો કાબુ ગુમાવતા  બસ રસ્તા પર પલ્ટી ખાઈ ગઈ હતી. આ બાદ રાત્રે ૧૧ વાગ્યે અકસ્માતની માહિતી મળતાં, પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને બસમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આમાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય છ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં વડોદરાના રહેવાસી ૪૮ વર્ષીય રાહુલ ઓઝા અને મહેન્દ્ર પાલનું મોત નીપજ્યું હતું. તો નાશિકના રહેવાસી ૫૩ વર્ષીય પ્રમિલા રાઉત, અમદાવાદના ૩૦ વર્ષીય યશ દેસાઈ અને ૨૮ વર્ષીય આરતી દેસાઈ, તામિલનાડુના ૬૫ વર્ષીય બાલ જગદીશ, અમદાવાદના ઈન્દિરાનગરના ૨૭ વર્ષીય નયન વાસોને, નાશિકના  ૮૯ વર્ષીય સ્વાતિ બદાણે અને ૫૮ વર્ષીય સુરેશ બદાણે ઘાયલ થયા હતા. હાલ ઘાયલ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર છે.

પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી હતી.